બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી જુહી ચાવલાએ દેશભરમાં 5G વાયરલેસ નેટવર્ક લગાવવાની વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી છે. આ મામલે આજે ઓનલાઈન સુનાવણી પણ કરવામાં આવી હતી. જો કે, તે સુનાવણીમાં ત્રણ વખત વિક્ષેપ પડ્યો હતો. સુનાવણીમાં અભિનેત્રી જુહી ચાવલાએ પણ હાજરી આપી હતી. તેણી જોડાયાની સાથે જ કોઈએ 1993 માં આવેલી ફિલ્મ ‘હમ મેં રહી પ્યાર કે’ નું એક લોકપ્રિય ગીત ‘ઘૂંઘટ કી આડ સે દિલબર કા’ ગાવાનું શરૂ કર્યું હતું.
જુહી ચાવલાની અરજી પર સુનાવણી શરૂ થયા પછી, કોઈ એક વ્યક્તિએ જુહી ચાવલાની ફિલ્મોના ગીતો ત્રણ વખત ગાઈને સુનાવણીમાં ખલેલ પહોંચાડી. કોર્ટને પણ ખબર નહોતી કે આ વ્યક્તિ કોણ છે. તેથી જ કોર્ટના જજે આ મામલે પોલીસમાં ફરિયાદ કરવા અને તે વ્યક્તિ કોણ છે તે જાણવાનું કહેવામાં આવ્યું.
કોર્ટની કાર્યવાહી શરૂ થતા જ જુહી મેડમ ક્યાં છે, ક્યાં છે? તેવો અવાજ આવવા લાગ્યો. પછી જુહી મેડમ ક્યાં છો તમે, તમને જોઈ શકતો નથી, તેમ બોલી ‘ઘૂંઘટ કી આડ સે દિલભર’ ગીત ગાવાનું શરૂ કર્યું. જે પછી કોર્ટના માસ્ટરએ તેને વર્ચુઅલ સુનાવણીમાંથી દૂર કરી દીધો. સુનાવણી થોડી મિનિટો સુધી આગળ વધી હતી, ત્યારબાદ ફરીથી આ વ્યક્તિ ક્યાંકથી વર્ચુઅલ સુનાવણી સાથે જોડાયો અને પછી ‘લાલલાલ હોઠ પે ગોરી તેરા નામ હૈ’ નો અવાજ ગુંજવા લાગ્યો, ન્યાયાધીશ ખુબ ગુસ્સે થયા અને પછી કોર્ટ માસ્તરે તેને ફરીથી બહાર કર્યો.
સુનાવણી થોડી મિનિટો માટે ફરીથી આગળ વધી ત્યાં આ વ્યક્તિ ત્રીજી વખત વર્ચુઅલ સુનાવણીમાં જોડાયો અને ત્રીજી વખત જુહીનું ફિલ્મ ગીત ગાવાનું શરૂ કર્યું.આ વખતે તેણે ‘મેરી બન્નો કી આયેગી બારાત’ ગાયું.’
આ ગીતો ગાવાથી કાર્યવાહીને ખલેલ પોહ્ચ્યો અને કોર્ટનો ધૈર્ય તૂટી ગયો. આ કેસમાં તેણે એક નોટિસ ફટકારી અને પોલીસને આ વ્યક્તિની ઓળખ કરીને તેની સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. જ્યારે તેણીએ ત્રીજી વખત ગીત ગાયું ત્યારે જૂહીના વકીલ દિપક ખોસલાએ મજાકમાં કહ્યું કે, ‘આ વ્યક્તિ 4G રેડિયેશનથી પ્રભાવિત લાગે છે.’
દિલ્હી હાઈકોર્ટે બુધવારે અભિનેત્રી જુહી ચાવલાને દેશમાં 5G વાયરલેસ નેટવર્ક સ્થાપવાની વિરુદ્ધ કરેલી અરજી કરવામાં આવી હતી. ચાવલાએ સોમવારે દેશમાં 5G વાયરલેસ નેટવર્ક સ્થાપિત કરવા સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમની અરજીમાં તેમણે નાગરિકો, પ્રાણીઓ, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ પર આ તકનીકીના વિકિરણની અસરને લગતા મુદ્દાઓ ઉભા કર્યા છે.