25 અઠવાડિયા એટલે કે, સાડા પાંચ મહીનાના અવિકસિત ગર્ભમાંથી અધૂરા માસે જન્મ પામેલી એક બાળકીનું વજન માત્રા પાંચસો પંચોતેર (575) ગ્રામ હતું. આ બાળકી 79 જેટલા લાંબા દિવસ સુધી વેન્ટિલેટર પર તથએનઆઈસીયુમાં 125 દિવસ સુધી રહી હતી.
આ વયજૂથ માટે સૌરાષ્ટ્રમાં કદાચ આ બાળકીની સૌથી લાંબી સફર એનઆઈસીયુમાં રહી હશે. અધૂરા માસે જન્મતા બાળકોમાં રહેલી તમામ મુશ્કેલીઓ આ બાળકીની અંદર પણ જોવા મળેલ હતી. પરંતુ આયુષ હોસ્પિટલની ટીમ દ્વારા આ પડકારને બખૂબી રીતે જીલી અને બાળકીને નવજીવન આપ્યું.સગર્ભાવસ્થાના 25 અઠવાડિયે જન્મ પામેલ 575 ગ્રામ વજન ધરાવતી બાળકીની 125 દિવસ ની લાંબી સફર બાદ તેમનું વજન 2200 ગ્રામ જેટલું વધી ગયું હતું.
બાળકને ફેફસાંની તકલીફ, હૃદયની નળી ખુલી રહેવી, આંતરડાની તકલીફ, શ્વાસ ભૂલવું, ચેપ લાગવો, મગજનો યોગ્ય વિકાસ થવો, આંખનો વિકાસ, લોહીના આવશ્યક તત્વોમાં ફેરફાર તેમજ ઉણપ વિગેરે ડોક્ટર માટે અત્યંત પડકાર સ્વરૂપ હતી.પરંતુ અતિ આધુનિક ટેકનોલોજી તથા મશીનરી ધરાવતી આયુષ હોસ્પિટલ ની સમગ્ર ટીમે આ પડકારને હરાવી અનેક મોટી સફળતા હાથ ધરી છે. બાળકીના માતા-પિતા જણાવે છે કે, આયુષ ન્યુબોર્ન કેર સેન્ટર જામનગર વિસ્તાર માટે ખરેખર એક આર્શીવાદ સમાન છે. સમાજમાં અધૂરા માસે જન્મ તા બાળકોની જો સમયસર ટ્રિટમેન્ટ કરવામાં આવે તો તેને નવું જીવન મળી શકે છે. રાજકોટ અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં જે ફેસિલિટી મળે છે તે ફેસીલીટી હવે જામનગર શહેરમાં અમે રૂબરૂ જોઈ અને અનુભવી છે.