તાઉ-તે વાવાઝોડા નાં કારણે વીજ લાઈન ને બહું મોટું નુક્સાન થયું છે 65 હજાર વીજ પોલ પડી ગયા હોવાનું વીજ કંપની દ્વારા જણાવ્યું હતું. ત્યારે છેલ્લા 15 દિવસોથી વીજ કંપનીઓ ની સમગ્ર ગુજરાતની વિવિધ ટીમો કામગીરી કરી રહી છે છતાં પણ હજું સુધી જાફરાબાદ શહેર અને રાજુલા-જાફરાબાદ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ચાલુ થયો નથી.
રાજુલા શહેરમાં પણ રાત્રિ દરમિયાન અમુક કલાકો વીજ પુરવઠો ચાલુ રહે છે તો હજું શહેર નાં ધણાં વિસ્તારમાં વીજળી પહોંચી નથી. ત્યારે આ વિસ્તારના કોંગ્રેસનાં ધારાસભ્ય અંબરીશભાઈ ડેર દ્વારા ટ્વીટરના માધ્યમ થી મુખ્યમંત્રી તથા ઉર્જા મંત્રી ને રજુઆત કરતા જણાવ્યું હતું કે વાવાઝોડાં બાદ વીજ પુરવઠો ચાલુ કરવા માટે વીજ કંપનીઓ ઝડપી કામગીરી કરી રહી છે જે સરાહનીય છે.
પરંતુ જ્યોતિગ્રામ યોજના ની સાથોસાથ ખેતીવાડી વીજ લાઈન નાં પોલ પણ ચોમાસા પહેલાં ઉભા કરવા આવે તે જરૂરી છે તેનાં માટે મેન-પાવર વધારવાની જરૂર જણાય તો વધુ ટીમોને કામે લગાડવામાં આવે કારણ કે ચોમાસા દરમિયાન ખેતરમાં વીજ પોલ ઉભા કરી શકાશે નહીં. તેનાં કારણે શિયાળું પાક લેતી વખતે ખેડૂતો ને વીજ પુરવઠો ની જરૂર પડશે. આથી ખેતીવાડીના વીજ પોલ ઉભા કરવામાં આવે જેથી ખેડૂતો ને શિયાળું પાક લેતી વખતે વીજ પુરવઠો થી સિંચાઇ કરી શકે તે માટે ખેતીવાડી ની કામગીરી પણ સાથોસાથ કરવાની માંગ કરવામાં આવી હતી.