રાજકોટ:રાજ્યમાં વાવાઝોડા બાદ આ વખતે વહેલું ચોમાચું બેસે તેવી આગાહી કરવામાં આવી રહી છે ત્યારે હવામાન વિભાગ અનુસાર, કેરળમાં 3 જૂન સુધીમાં ચોમાસુન દસ્તક આપી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આ માહિતી આપી છે. તે અલગ વાત છે કે ખાનગી હવામાન આગાહી એજન્સી Skymetએ કહ્યું છે હતું કે, ચોમાસુ કેરળ પહોંચી ગયું છે. અગાઉ IMD દ્વારા ચોમાસું 31 મેના દિવસે કેરળ પહોંચવાની આગાહી કરાઈ હતી.
ભારતીય મોસમ વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડાના પગલે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કેરળમાં એક જૂનથી શરૂ થશે. આ પહેલા હવામાન વિભાગે 15મેના રોજ તેના અનુમાનમાં જણાવ્યું હતું કે ચોમાસુ 5 જૂનથી દક્ષિણના રાજ્યમાં શરૂ થશે. ગુજરાતમાં 15 જૂનથી ચોમાસુ શરૂ થવાની શકયતા છે અને ચોમાસાની સીઝન સારી રહેશે અને વરસાદ પણ સારો પડશે.
આ વર્ષે ચોમાસું કેવું રહેશે?
IMD અનુસાર આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદની આગાહી છે. ગયા મહિને એક વર્ચુએલ બ્રીફિંગમાં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ, માધવન રાજીવેને જણાવ્યું હતું કે ચોમાસાની લાંબા સમય સરેરાશ (LPA)98 ટકા રહેશે, જે સામાન્ય શ્રેણીમાં આવે છે. LPA 1961-2010 વચ્ચેનો સરેરાશ ચોમાસાનો વરસાદ છે, જે 88 સે.મી. રહેશે છે.જૂનથી સપ્ટેમ્બર મહિનામાં ઉત્તરપશ્ચિમ ભારતમાં 92 થી 108 ટકા વરસાદની અનુમાન છે.
હવામાન વિભાગે કહ્યું હતું, ચોમાસું હજુ ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ્યું નથી. કાંઠા વિસ્તારોમાં થઈ રહેલો વરસાદ ચોમાસા પહેલાંનો છે. ભારતીય ચોમાસું 3 જૂને કેરળના કાંઠે પહોંચી શકે છે. દેશના બીજા વિસ્તારો અંગે હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું નક્કી તારીખથી બે-ચાર દિવસ આગળ-પાછળ ભારત પહોંચી શકે છે. કેરળમાં સામાન્ય રીતે પહેલી જૂને વિધિવત્ રીતે પ્રવેશે છે. આ વખતે સ્કાઇમેટે 30 મેના રોજ કેરળમાં ચોમાસું પહોંચવાનું અનુમાન કર્યું હતું, જ્યારે હવામાન વિભાગે 31 મેનું પૂર્વાનુમાન કર્યું હતું. આંદામાન-નિકોબાર દ્વીપસમૂહમાં 21 મેએ ચોમાસું પહોંચી ચૂક્યું હતું. ત્યાર પછી બંગાળની ખાડી અને હિંદ મહાસાગરમાં એ સામાન્ય ગતિએ આગળ વધ્યું હતું.