મેષ રાશીફળ – સામાજિક મેળાપ કરતા તબીયતને વધારે પ્રાથમિકતા આપવી. આજના દિવસ દરમિયાન ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો, ખાસ કરીને મહત્વના આર્થિક કરારમાં મોલભાવ કરતા સમયે ખૂબ જ ધ્યાન રાખવું. તમારો સ્વભાવ ઉદાર રાખી પરિવાર સાથે સારી રીતે સમય વિતાવો, થોડી પણ નારાજગી જીવનસાથી સાથે મતભેદ ઉભો કરી શકે છે. કેટલાક લોકોને કાર્યક્ષેત્રમાં ઉન્નતી મળવાથી, તમને તણાવ આવી શકે છે. જીવનસાથી મસ્તીભરી યોજના બનાવવા માટે આજનો દિવસ શુભ છે.
વૃષભ રાશીફળ – કુદરતે તમને આત્મવિશ્વાસથી ભરપુર કર્યા છે, તમારા આ સદગુણ ભરપુર સદઉપયોગ કરો. આજે તમે કોઈ વિશેષજ્ઞની સલાહ વગર કોઈ રોકાણ કરશો તો નુકશાનનો સામનો કરવો પડી શકે છે. મિત્રો સાથે દિવસ મજદાર રહેશે. પરિવાર સાથે સારો વ્યવહાર રાખવો. આ રશિના જાતકોને આરામ માટે ઓછો સમય છે, જેથી કામ પર ફોકસ રાખવું.
મિથુન રાશીફળ – આજના દિવસે એવું કામ કરવું, જે તમને પસંદ હોય. આજના દિવસ દરમિયાન નવા કરાર ફાયદાકારક સાબિત થઈ શકે છે, પરંતુ આશા વધારે ન રાખવી નહીં તો તમે અસંતોષ અને નિરાશા પ્રાપ્ત થશે. ઉતાવળમાં નિર્ણય ન લેવા. જિદ્દી સ્વભાવથી બચવું, ખાસ કરીને મિત્રો અને પરિવાર સાથે. જુઠુ બોલવાથી બચવું, નહીં તો સંબંધ ખરાબ થઈ શકે છે. મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે વાતચીત દરમિયાન શબ્દોનો ધ્યાનપૂર્વક પ્રયોગ કરવો નહિ તો ભોગવવું પડશે.
કર્ક રાશીફળ – આજના દિવસ દરમિયાન મિત્રો તરફથી થયેલા વખાણ તમારી ખુશીનું કારણ બની શકે છે. તમારા ખર્ચાઓ પર કાબુ રાખવો અને પૈસાનો વ્યય કરવાથી બચવું. તમારા સ્વભાવમાં ઉદારતા જોવા મળી શકે છે. કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે આશા પ્રમાણે સાથ-સહકાર નહીં મળે, પરંતુ ધૈર્ય રાખવું. આજે તમારે પરિવાર, જીવનસાથી સાથે ઝઘડાઓ કરવા નહીં, નહિતર પછતાવવાનો વારો આવી શકે છે.
સિંહ રાશીફળ – લાંબા સમયથી કોઈ બીમારી હોય તો, હસતા-હસતા સારવાર કરવી, કેમ કે નિશ્ચિંતતા સૌથી અસરકારક ઔષધી છે. સામુહિક આયોજનમાં કોઈ તમને મજાકનો વિષય બનાવી શકે છે, પરંતુ હોશિયારીનો ઉપયોગ કરી, ગુસ્સો કર્યા વગર તેની ભાષામાં જ જવાબ આપવો. ટ્રેડ શો અને સેમિનાર ભાગીદારીના વ્યવસાયમાં સુધારો લાવશે. તમારે આજે ઊંચી પોસ્ટ પર અથવા અનુભવી લોકોને મળવાની જરૂરત છે, જેનાથી તમને ફાયદો થઈ શકે છે.
કન્યા રાશીફળ – આ રાશિના જાતકોએ પોતાની જિંદગી સાથે ઉદારતાનું વલણ અપનાવો, પોતાના દુખને વારંવાર યાદ કરવાથી અથવા કોઈને કહેવાથી કશું નહીં મળે. પોતાની મહેનત પર વિશ્વાસ રાખવો સફળતા અવશ્ય પ્રાપ્ત થશે. આ રાશિના લોકોને આર્થિક સ્થિતિમાં આજે સુધાર જણાશે. પરંતુ બીજી બાજુ ખર્ચ સમસ્યા પેદા કરી શકે છે, જેથી ખર્ચ કરવાથી બચવું અથવા સાવધાની રાખવી. તમારા પ્રિયની ખામીઓ શોધવામાં સમય બર્બાદ ન કરવો, નહીં તો દિવસ બગડી શકે છે. આજના દિવસે શરૂ કરેલું કાર્ય સંતોષકારક રીતે પૂર્ણ થશે.
તુલા રાશીફળ – તમારા વિચારોને સકારાત્મક રાખો, કેમ કે આજે ડરનો સામનો કરવો પડી શકે છે. જેથી નકારાત્મકતાના શિકારથી બચવા સકારાત્મક રહો. કોઈ તમને મોટી મોટી વાતોમાં ફસાવવાની કોશિસ કરી શકે છે, પરંતુ રોકાણ કરતા પહેલા તે વ્યક્તિને ઓળખી તમામ પાસા જાણી સમજી પછી જ રોકાણ કરવું. પોતાની જાતને અભિવ્યક્ત કરવા માટેનો સારો સમય છે અને એવા પ્રોજેક્ટ પર કામ કરો, જે રચનાત્મક હોય.
વૃશ્ચિક રાશીફળ – નકારાત્મક વિચારો તમારા મન પર હાવી થાય તે પહેલા જ તેને ખતમ કરી દો. આ વસ્તુ તમે દાન-પુણ્યના આધારે કરી શકો છો, તેનાથી તમારા મનને સંતોષ પ્રાપ્ત થશે. આજે તમે સારા પૈસા બનાવી શકો છો, બસ શરત એ કે, જે વિષયમાં તમને સારૂ જ્ઞાન હોય ત્યાં રોકાણ કરો. તમારૂ કમ્યુનિકેશન અને કામ કરવાની ક્ષમતા અસરદાર સાબિત થશે. આજે જીવનસાથી સાથે સુખમય અને આનંદદાયક દિવસ પસાર થશે.
ધન રાશીફળ – તમારી તબીયત વિશે આજે વધારે ચિંતા કરવાની જરૂર છે. તમારૂ સારૂ વલણ ખોટા વલણને હરાવવામાં સફળ સાબિત થશે. જરૂરતથી વધારે ખર્ચ કરવાથી બચવું, અને ચાલાકીભરી આર્થિક યોજનાઓમાં રોકાણ કરવાથી દુર રહેવું. ઘરમાં વાદ-વિવાદ થઈ શકે છે તેથી બોલવા પર કાબૂ રાખવો. કોઈની સાથે વધારે મિત્રતા કરવાથી બચવું, નહીં તો પછતાવવાનો વારો આવી શકે છે. કામમાં મન લગાવવું. ઉતાવળમાં નહીં પરંતુ સમજી વિચારીને તમામ નિર્ણયો લેવા.
મકર રાશીફળ – આ રશિના જાતકોએ પોતાનો તણાવ ઓછો કરવા પરિવારની મદદ લેવી, તમારા મનની ખુલ્લા દિલથી પરિવારને વાત કરો. આજના દિવસ દરમિયાન લાંબાગાળા માટે સ્ટોક માર્કેટ અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું ફાયદાકારક રહેશે. કાર્યસ્થળ પર કામમાં મુશ્કેલી બાદ દિવસના અંતમાં સુધાર જણાય. બીજાને રાજી કરવાની તમારી ભાવનાથી તમને ફાયદો થાય. પરિવાર સાથેનો દિવસ સુખમય રહશે.
કુંભ રાશીફળ – રૂપિયા-પૈસાની પરિસ્થિતિ અને સમસ્યા તણાવનું કારણ સાબિત થઈ શકે છે. અનુમાન નુકશાનકારક સાબિત થઈ શકે છે. જેથી રોકાણ કરવામાં સાવધાની રાખવી. આજનો દિવસ આમ તો ફાયદાકારક છે, પરંતુ આંખો બંધ કરીને વિશ્વાસ ન કરવો, કોઈ તમારો ભરોસો તોડી શકે છે. ઓફિસમાં કોઈ કારણ વગર તમને હેરાનગતિ થતા ગુસ્સો તમારા મન પર ચઢી શકે છે, જેથી મન-મગજ શાંત રાખવું.
મીન રાશીફળ – કોઈ મિત્ર તમારી સહનશક્તિ અને સમજશક્તિની પરીક્ષા લઈ શકે છે. તમે આજે તાર્કિક રીતે નિર્ણયો લેશો, અનુમાન નુકશાનકારક સાબિત થઈ શકે છે. દરેક રોકાણમાં સાવધાની રાખવી. અચાનક આવી પડેલી જવાબદારી તણાવનું કારણ બની શકે છે. આજના દિવસે બધાનું તમારા પર ધ્યાન કેન્દ્રીત રહેશે અને સફળતા તમારી પહોંચમાં હશે. પાડોશીઓની દખલ-અંદાજી જીવનસાથી સાથે ઝગડાનું કારણ બની શકે છે, પરંતુ તમારો સંબંધ મજબુત છે, જેથી વધારે પરેશાની નહીં રહે.