ડિપ્લોમાંથી લઇને પી.એચ.ડી. સુુધીના વિવિધ 40 કોર્સના સર્ટીફીકેટ અપલોડ કરીને દેશની ટોપ-10 યુનિવર્સિટીમાં જીટીયુએ સ્થાન પ્રાપ્ત કર્યુ

દેશની તમામ યુનિવર્સિટીઓ અને શૈક્ષણીક સંસ્થાના વિઘાર્થીઓએ મેળવેલ ડીગ્રીનો યોગ્ય રીતે સંગ્રહ થઇ શકે તથા વિઘાર્થીઓ તેમની અનુકુળતાએ પોતાના ડીગ્રી સર્ટીફીકેટનો જરુરીયાત પ્રમાણે ઉપયોગ કરી શકે તે માટે કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના (યુજીસી) સંલગ્ન પ્રયાસથી તાજેતરમાં ડિજીલોકર ડીગ્રી સર્ટી અપલોડ કરવા માટે દરેક શૈક્ષણિક સંસ્થાઓને જણાવ્યું હતું.

જેના ઉપલક્ષે  ગુજરાત ટેકનોલોજીકલ યુનિવસિર્ટી (જીટીયુ) શૈક્ષણીક વર્ષ 2011 થી 2020 સુધીના જુદા જુદા 40 કોર્સના ડિપ્લોમાંથી લઇને પી.એચ.ડી. સુધીના કુલ 707041 વિઘાર્થીઓના ડિગ્રી સર્ટીફીકેટ ડિજીલોકર પર અપલોડ કરનાર જીટીયુ રાજયની એકમાત્ર યુનિવર્સિટી છે. આ ઉપરાંત બહોળી સંખ્યામાં ડેટા  અપલોડ કરીને દેશની ટોપ-10 યુનિવસિટીમાં પણ જીટીયુએ અગ્રગણ્ય હરોળમાં સ્થાન પ્રાપ્ત કર્યુ છે

આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના ડિજીટલ ભારત અભિયાનમાં સહભાગી થઇને વિઘાર્થીઓને ડીગ્રી સર્ટીના વેરીફીકેશન થી લઇને તમામ પ્રકારની ઓનલાઇન સવલત મળીરહે, તે હેતુસર જીટીયુ હંમેશા કાર્યરત રહે છે. જીટીયુના આઇટી વિભાગની આ ઉમદા કામગીરી બદલ જીટીયુના કુલસચિવ ડો. કે.એન. ખેરેઆઇટી હેડ કેયુર શાહ અને પ્રોગ્રામર રૂપેન્દ્ર ચૌરસીયા તેમજ સમગ્ર આઇટી ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

IMG 20210519 WA0015

કેન્દ્ર સરકારના ડિજીટલ ભારત અભિયાનમાં સહભાગી થઇને વિઘાર્થીઓને ડીગ્રી સર્ટી.ના વેરીફીકેશનથી લઇને તમામ પ્રકારની ઓનલાઇન સવલત મળી રહે, તે હેતુસર જીટીયુ હંમેશા કાર્યરત રહે છુ: કુલપતિ

જીટીયુ દ્વારા એન્જીનીયરીંગ, મેનેજમેન્ટ, ફાર્મસી, આકિટેકચર: કોમ્પ્યુટર, એપ્લિકેશન અને આઇપીઆર જેવી વિવિધ વિદ્યાશાખાના ડિપ્લોમાંથી લઇને પી.એચ.ડી. સુધીના અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. જેમાં જુદા જુદા 40 કોર્સના 70741 વિઘાર્થીઓના ડિગ્રી સર્ટી જીટીયુ દ્વારા ડિજીલોકર પર અપલોડ કરવામાં આવ્યા છે. જેમાંથી ડિપ્લોમાંના 253184, બેચલર ડિગ્રીના 336876, માસ્ટર ડિગ્રીના 70114, હોટલ મેનેજમેન્ટના 200, આર્કિટેકચરના 1049 અને પી.એચ.ડી.ના 269 વિઘાર્થીઓ સહિત અન્ય કોર્સન 25369 ડીગ્રી સર્ટીફીકેટસનો સમાવેશ થાય છે.

જીટીયુના આ સરાહનીય કાર્યથી વિઘાર્થીઓ દુનિયાના કોઇ પણ ખુણામાંથી તેમણે મેળવેલ ડીગ્રી સર્ટીફીકેટને પોતાની અનુકુળતાએ ડાઉન લોડ કરી શકશે. નોકરીના સ્થળે ડોકયુમેન્ટ વેરીફીકેશનમાં પણ સરળતા રહેશે. ડિજીલોકર આઇટી એકટ 2000 અંતર્ગત વૈશ્ર્વિક માન્યતા પ્રાપ્ત હોવાના કારણોસર તેની ખરાઇ સંદર્ભે કોઇ પ્રશ્ર્ન ઉદભવશે નહીં. આ ઉપરાંત ડિજીલોકરમાં ખોટી ડીગ્રીધારકના સર્ટીફીકેટસ અપલોડ નહીં થઇ શકે., જયારે અપલોડ કરેલા તમામ પ્રકારના સર્ટીફીકેટસનો યોગ્ય સંગ્રહ કરી શકાશે. વિઘાર્થી સરળતાથી ડોકયુમેન્ટ શેર પણ કરી શકશે. નિજતા અને ચોરી થવાની બાબતે પણ સંપૂર્ણ સુરક્ષીત છે.

વિદેશમાં ઉચ્ચતર અભ્યાસ અર્થે જતા વિઘાર્થીઓને એડમીશન પૂર્વે તેમની ડીગ્રી સર્ટીનું યુનિવર્સિટીમાંથી હાર્ડ કોપીમાં ડોકયુમેન્ટ વેરીફીકેશન કરાવવું પડતું હતું. જેના કારણે વિઘાર્થીઓમાંથી હાર્ડ કોપીમાં ડોકયુમેન્ટ વેરીફીકેશન કરાવવું પડતું હતું. જેના કારણે વિઘાર્થીઓના સયમ અને નાણાનો વ્યય થતો હતો. ડિજીલોકર પર અપલોડ  કરવામાં આવેલા ડેટાના કારણે ટુંકા ગાળામાં જ ડોકયુમેન્ટનું ડીજીટલી વેરીફીકેશન કરી શકાશે. જેથી વિઘાર્થીનો સમય અને નાણાનો વ્યય થતાં પણ અટકાવી શકાશે. આમ જીટીયુએ બહોળી સંખ્યામાં ડેટા અપલોડ કરીને ખરા અર્થમાં ટેકનોલોજીકલ યુનિવર્સિટીનું નામ ચરીતાર્થ કર્યુ છે.

વિદ્યાથીઓ કેવી રીતે ડાઉનલોડ કરી શકશે?

  • સ્ટેપ-1 – ડિજીલોકરમાં એકાઉન્ટ બનાવવું પડશે
  • સ્ટેપ-ર – ગેટ ધ ડોકયુમેન્ટ ફોમ યુનિવર્સિટી પર કિલક કરવાનું રહેશે.
  • સ્ટેપ-3 – ત્યારપછી એનરોલમેન્ટ નંબર અને પાસ થયેલ વર્ષ સિલેકટ કરવું
  • સ્ટેપ-4 – ડાઉનલોડ

વાર્ષિક અપલોડ કરાયેલ ડીગ્રી સર્ટીફીકેટની સંખ્યા

Screenshot 1 43

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.