સદીના મહાનાયક અમિતાભ બચ્ચને બોલિવૂડમાં 52 વર્ષ પૂરા કર્યા છે. તેમની આટલી લાંબી મુસાફરીની યાદોને ઈન્સ્ટાગ્રામ પર ફોટો કોલાજની સાથે શેર કરી. બિગ બી દ્વારા શેર કરેલી સોશિયલ મીડિયા પરની પોસ્ટ પણ શેર કરી છે. દર વર્ષે તેમના શ્રેષ્ઠ પાત્રનો ફોટો શામેલ છે. આ વર્ષે રિલીઝ થનારા સાત હિન્દુસ્તાનીથી મેડ સુધીના દરેકનો લુક આ પોસ્ટમાં જોઇ શકાય છે. તેમણે પોસ્ટ શેર કરતાં લખ્યું હતું- 52 વર્ષ .. !!!અચ્છા .. આ સંકલન માટે ધન્યવાદ Ef Moses… હજી પણ આશ્ચર્ય છે કે તે કેવી રીતે બન્યું. બિગ બીની આ પોસ્ટને થોડા કલાકોમાં જ લાખો લાઇક મળી અને સેલેબ્સ તેમને ચાહકોની સાથે અભિનંદન આપી રહ્યા છે. બધા જાણે છે કે અમિતાભ બચ્ચનને બિગ અને મહાનાયક કહેવામાં આવે છે. પરંતુ કદાચ ઓછા લોકો જાણે છે કે તેનું અસલી નામ શું છે.
બધાને ખબર છે કે, અમિતાભ બચ્ચને પોતાની કરિયરની શરૂઆત નવેમ્બર 1969માં રિલીઝ થયેલી ફિલ્મ સાત હિન્દુસ્તાની ફિલ્મથી કરી હતી. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તેણે મે 1969માં પહેલેથી જ ડેબ્યૂ કર્યો હતો. તેમણે મૃણાલ સેનની ફિલ્મ ભુવન સોમમાં નેરેટરનું કામ કર્યું હતું.
1969માં પોતાના કરિયરની શરૂઆત કરનાર અમિતાભે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ જ ઓળખ ઉભી કરી છે. આ જ કારણ છે કે તેને બોલિવૂડના સુપરસ્ટાર અને બિગ બી કહેવામાં આવે છે. અમિતાભ બચ્ચને એન્જિનિયર બનવાનું અથવા એરફોર્સમાં જોડાવાનું સપનું જોયું હતું, પરંતુ કિસ્મત તેમને સિલ્વર સ્ક્રીન પર લેઈ આવ્યું.
બોલિવૂડમાં પોતાના અભિનય કરિયરની શરૂઆત ફિલ્મ સાત હિન્દુસ્તાની ફિલ્મથી કરી હતી. અમિતાભ 70 ના દાયકામાં એંગ્રી યંગ મેન બનીને સામે આવ્યા હતા. ત્યાર બાદ તેમણે સિલ્વર સ્ક્રીન પર પ્રભુત્વ મેળવ્યું અને ઘણા વર્ષોથી એક પછી એક ફિલ્મમાં કામ કરતા ગયા.
બિગ બીએ તેના અસલ નામ વિશેની એક કિસ્સો શેર કરી જણાવ્યું હતું કે, 1942 માં તેનો જન્મ થયો હતો. આ તે સમય હતો જ્યારે ભારતમાં ભારત છોડો આંદોલન પૂરજોશમાં ચાલી રહ્યું હતું. ઓક્ટોબર પહેલાનો તે સમય હતો જ્યારે તે માતા તેજી બચ્ચનના પેટમાં હતાં. તે દરમિયાન, એક દિવસ તેજી બચ્ચને જોયું કે ઇન્ક્લાબ જિંદાબાદના નારા લગાવતા એક રિલી નીકળી રહી છે, તે પછી તે પણ ઘરની બહાર નીકળી ગઈ હતી અને સૂત્રોચ્ચાર સાથે રેલીમાં જોડાઈ હતી.
તેમણે વધુમાં કહ્યું હતું – જ્યારે પિતા હરિવંશ રાય બચ્ચન ઘરે આવ્યા હતા, ત્યારે તેમની પત્ની તેજી ઘરે નહોતા. ઘરમાં તેજી ન મળતાં, તે પરેશાન થઈ ગયા હતા ત્યા અચાનક તેઓને મળી આવ્યા હતા અને રેલીમાંથી પાછા લાવવામાં આવ્યા હતા. તેજી સ્વાતંત્ર્ય ચળવળ દ્વારા ખૂબ પ્રભાવિત હતા. તે જ સમયે, તેમના મિત્ર દ્વારા હરીવંશ રાયને કહેવામાં આવ્યું હતું કે જો તેજીના પેટમાં બાળક પુત્ર હોય, તો તેનું નામ ઇન્કિલાબ રાખવું જોઈએ. અને એવું જ થયું.
અમિતાભના જન્મ બાદ તેમના પિતા અને માતા બંનેએ તેમનું નામ ઇન્કિલાબ રાખ્યું હતું પરંતુ સાહિત્યકારના મિત્ર સુમિત્રાનંદન પંત અને હરિવંશરાય બચ્ચનએ બાળકનું નામ અમિતાભ રાખ્યું હતું. તમને જણાવી દઈએ કે અમિતાભે 1984માં એક ઇન્કિલાબ નામની એક ફિલ્મમાં કામ કર્યું હતું.
બીંગ બીએ જંજીર, શોલે, દિવાલ, કલા પથ્થર, દો અનજાને, મિસ્ટર નટવરલાલ,શાન, કાલિયા, ત્રિશૂલ, અમર અકબર એન્થોની, મજબુર, સાત્તે પે સત્તા, ડોન, કુલી, કભી ખુશી કભી ગમ, પીકુ, બ્લેક, વક્ત, બદલા, આંખે જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.
અમિતાભ બચ્ચનને ફિલ્મ પીકૂ, પા, બ્લેક અને અગ્નિપથ માટે રાષ્ટ્રીય એવોર્ડ, 15 ફિલ્મફેર એવોર્ડ્સ, 4 આઈફા એવોર્ડ્સ, પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા છે. તેમને માર્ચમાં FIAF 2021 એવોર્ડ મળ્યો હતો. દિગ્દર્શકો ક્રિસ્ટોફર નોલાન અને માર્ટિન સ્કોસિગી દ્વારા તેમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. તેની આગામી ફિલ્મોમાં ઝુંડ, ચેહરા, બ્રહ્માસ્ત્ર, મેડે શામેલ છે.