બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને (boris johnson)એ વેસ્ટમિંસ્ટર કેથેડરલમાં તેની ગર્લફ્રેન્ડ કેરી સાઇમન્ડ્સ સાથે લગ્ન કર્યા છે. જોનસનના આ ત્રીજો લગ્ન છે. એક મીડિયા રિપોર્ટમાં આ લગ્નનો ખુલાસો થયો છે. કેરી સાઇમન્ડ્સ, જોનસનો કરતા 23 વર્ષ નાની છે. અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે, પીએમ 30 જુલાઈ 2022ના રોજ લગ્ન કરશે, પરંતુ કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેણે સિક્રેટ લગ્ન કર્યા છે. ચાલો જાણીએ કે,કેરી સાઇમન્ડ્સ કોણ છે.
કેરી સાઇમન્ડ્સ કોણ છે?
કેરી સાઇમન્ડ્સનો જન્મ 17 માર્ચ 1988ના રોજ થયો હતો. બ્રિટનના પીએમને મળ્યા ત્યાં સુધી તે રાજકીય કાર્યકર હતી. 33 વર્ષીય કેરીએ વોરવિક યુનિવર્સિટીમાં આર્ટ એન્ડ હિસ્ટ્રીની સાથે થિયેટરનો અભ્યાસ કર્યો છે. 2010માં તેમણે કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રેસ ઓફિસર તરીકે કામ કર્યું. 2012માં લંડનમાં મેયર બોરિસ જોનસનની ફરી ચૂંટણી માટે સફળ અભિયાન યોજાયું હતું.
પુત્રએ પણ લગ્નમાં હાજરી આપી
બોરિસ જોનસન વડા પ્રધાન બન્યા બાદ 2019 થી ડાઉનિંગ સ્ટ્રીટમાં કેરી સાઇમન્ડ્સ સાથે રહેતો હતો. કેરી સાઇમન્ડ્સ ગયા વર્ષે એક પુત્રને પણ જન્મ આપ્યો હતો. તેનું નામ વિલ્ફ્રેડ લોરી નિકોલસ જોનસન છે. આ લગ્નમાં તેનો નાનો પુત્ર પણ સામેલ હતો.
199 વર્ષ બાદ પદ પર રહીને લગ્ન કર્યા
બોરીસ જોનસન બીજો નેતા છે જેમણે પદ પર રહીને લગ્ન કર્યા. વડા પ્રધાન તરીકે બ્રિટનમાં લગ્ન કર્યાના લગભગ 200 વર્ષોમાં આ પહેલો કિસ્સો છે. આ પહેલા 1822માં, લોર્ડ લિવરપૂલે મેરી ચેસ્ટર સાથે લગ્ન કર્યા હતા.