આજના યુગમાં મોબાઈલ વગર કોઈને પણ ના ચાલે. દરેક માણસને થોડી થોડી મિનિટોમાં મોબાઈલ જોવાની ટેવ હોય છે. મોબાઈલ વગર આજના દિવસોમાં એક ક્ષણ કાઢવી પણ મુશ્કેલ બની જાય. વિચારો કે તમને કામના સમયે મોબાઈલ વાપરવાની છૂટ આપવામાં ના આવે તો શું થાય? ગુજરાતના સુરતમાં ટ્રાફિક પોલીસ અને TRB જવાનો માટે એક કપરો સાબિત થાય તેવો મોબાઈલને લાગતો નિર્ણય લેવામાં આવ્યો છે.
મોબાઈલને લઈને સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ અને TRB જવાનો માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. શહેરના પોલીસ કમિશનર દ્વારા ડ્યુટી પર ફરજ બજાવી રહેલા ટ્રાફિક પોલીસ અને TRB જવાનો તેના મોબાઈલ ફોનનો વપરાશ કરી શકશે નહીં. સુરતમાં ફરજ દરમિયાન TRB જવાન અને ટ્રાફિક પોલીસે પોઇન્ટ ઇન્ચાર્જને ફરજની શરૂઆતમાંજ મોબાઇલ જમા કરાવો પડશે. નિયમનો ભંગ કરનાર સામે લેવાશે કડક પગલા લેવામાં આવશે. હવે જોવાનું એ છે કે, મોબાઈલ વગર એક ક્ષણ નથી ચાલતું, તો આ ટ્રાફિક પોલીસ અને TRB જવાનો ડ્યુટી પર શું ફોનથી દૂર રહી શકે?
આ નિયમ લેવા પાછળનું મુખ્ય કારણ એ પણ હોય શકે કે, ટ્રાફિક પોલીસ અને TRB જવાનો મોબાઈલમાં રચ્યા પચ્યા રહેતા હોય તેથી સુરત જેવા મહાનગરોમાં ટ્રાફિકની સમસ્યા ઉભી થાય. આ સમસ્યાને હલ કરવા અને ટ્રાફિક પોલીસ અને TRB જવાનો ફરજ દરમિયાન સંપૂર્ણ ધ્યાન આપે તેથી સુરત પોલીસ કમિશનર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો.