સાયન્સ સિટીમાં બનેલી રહેલ એક્વેરિયમ પાર્ક અને મહાત્મા મંદિર ખાતે બની રહેલી કોવિડ હોસ્પિટલની મુલાકાત લેતા મુખ્યમંત્રી: રાજ્યમાં ૩૦૦ ટન ઓક્સિજન પ્લાન્ટ લગાડવાની તૈયારી,હવામાંથી સીધી જ રીતે ઓક્સિજન મેળવી શકાય એ માટેનો આ પ્લાન્ટ હશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સાયન્સ સિટીમાં બનેલી રહેલ એક્વેરિયમ પાર્ક અને મહાત્મા મંદિર ખાતે બની રહેલી કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જોકે, સાથે જ તેમણે ગુજરાતમાં કોરોના સંપૂર્ણ રીતે ક્ધટ્રોલમાં આવ્યો હોવાનો દાવો કર્યો. તેમજ મહાત્મા મંદિર ખાતે શરૂ થનારી કોવિડ હોસ્પિટલ હાલ શરૂ નહિ થાય તેવું જણાવ્યું. સાથે જ તેમણે કહ્યું કે, ત્રીજા વેવનો એક્શન પ્લાન સરકાર બનાવીને જાહેર કરશે. બીજા વેવમાંથી અનુભવને આધારે એક્શન પ્લાન ઘડવામાં આવશે. રાજ્યમાં ૩૦૦ ટન ઓક્સિજન પ્લાન્ટ લગાડવાની તૈયારી કરવામાં આવી રહી છે. હવામાંથી સીધી જ રીતે ઓક્સિજન મેળવી શકાય એ માટેનો આ પ્લાન્ટ હશે.
તેમણે જણાવ્યું કે, એપ્રિલમાં ૧૪૦૦૦ કેસ રોજના આવતા હતા. ગઈ કાલે ૨૫૦૦ કેસ આવ્યો છે. કેસ ઘટી ગયા છે એટલે હાલના તબક્કે આ હોસ્પિટલ ચાલુ કરવામાં નહિ આવે. જરૂર પડે ત્યારે હોસ્પિટલ ચાલુ કરવામાં આવશે. જરૂર પડે ત્યારે ૨૪ કલાકમાં હોસ્પિટલ ચાલુ કરી શકાશે. ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં એક સમયે ૫૦૦ બેડ ઓક્યુપાય હતા.
કોરોના ઉપર સંપૂર્ણ કંટ્રોલ આવી ગયો હોવાનો મુખ્યમંત્રીએ દાવો કર્યો. સાથે જ તેમણે કહ્યું કે, જોકે કોરોના પૂરો થઈ ગયો હોય એવું આપણે માનતા નથી.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, સુરતમાં મહાવીર હોસ્પિટલ કુલ અત્યારે ચાર હોસ્પિટલોમાં ચાર્જેબલ વેક્સિન આપવામાં આવે છે. એપોલો, શેલબી સહિત રાજ્યમાં ચાર જગ્યાએ ચાર્જ સાથે વેક્સિનેશન આપવામાં આવશે. આવનારા દિવસોમાં અનેક વિદેશની કંપનીઓ પોતે અહીં વેક્સિન માટે આવશે. ત્યારે જે પોલીસથી હશે એ પ્રમાણે આપવામાં આવશે. વ્યવસ્થાના ભાગરૂપે રજિસ્ટ્રેશન ૧૮-૪૪ વર્ષ માટે આ રાખવામાં આવ્યું છે. જોકે ભવિષ્યમાં જરૂર નહી હોય તો તેનો આગ્રહ રાખવામાં નહિ આવે.
વિકાસના કામો વિશે તેમણે કહ્યુ કે, કોરાના વચ્ચે પણ વિકાસના કામો ચાલી રહ્યા છે. પ્રધાનમંત્રીનો સમય માંગ્યો છે. સમય મળતા ટૂંક સમયમાં જ ગાંધીનગરની રેલવે પરની પ્રથમ હોટલનું ઉદઘાટન પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવશે.