બારડોલી: આજના સમયમાં ટેકનોલોજી અને સોશિયલ મીડિયા પ્રભાવ અને ઉપયોગ ઘણો વ્યાપક પણે થઈ રહ્યો છે. આધુનિક ટેકનોલોજીએ માનવજીવનને ઘણુ બદલવાની સાથે તેમનામાં રહેલી પ્રતિભાને શોધવામાં પણ મદદ મળે છે. પરંતુ ક્યારે તેનો ગેર ઉપયોગ કરવામાં આવે છે અને લોકોને ફસાવવામાં આવે છે. ત્યારે આવો જ એક કિસ્સો બારડોલીનગરના એક વેપારીની સોશિયલ મીડિયા પર અજાણી યુવતી સાથે મિત્રતા થઈ અને બાદમાં યુવતીએ વીડિયો-કોલ કરી તેની સાથેની બીભસ્ત હરકતો રેકોર્ડ કરી બ્લેકમેઇસ કર્યા હતો.
યુવક આ હરકતથી ગભરાઈ જઈ નંબર બ્લોક કરતાં જ યુવતીએ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ કરી યુવકને બદનામ કરતાં આખરે યુવકે બારડોલી પોલીસમાં ફરિયાદ આપી છે.
વેપારી યુવકે આપેલી લેખિત ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત 13 મેના રોજ યુવકની સોશિયલ મીડિયાના આઈડી પર યુવતીનો મેસેજ આવ્યો હતો. ત્યાર બાદ અજાણી યુવતી સાથે વાતચીત બાદ બારડોલીના યુવકની મિત્રતા થઈ હતી અને 15 મેના રોજ યુવતીનો વીડિયો-કોલ આવ્યો હતો. યુવતીના બીભસ્ત ચેનચાળા જોઈ યુવકે પણ હોસ ગુમાવી વીડિયો-કોલમાં હરકત કરી હતી.
આ અંગત પળોનું વીડિયો રેકોર્ડિંગ યુવતીના ફોનમાં થઈ ગયું હતું. યુવતીએ આ વીડિયો રેકોર્ડિંગથી બ્લેકમેઇલિંગ કરવાનું શરૂ કરતાં યુવક ગભરાઈ ગયો હતો. યુવકે જે નંબરથી ફોન આવ્યો હતો જે બ્લોક કરી દેતાં યુવતીએ વીડિયો વાઇરલ કરી દીધો હતો. વેપારી યુવકે અન્ય કોઈ યુવક ભોગ ન બને એ માટે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે બારડોલી પોલીસમાં ફરિયાદ કરી હતી.