ખિચ મેરી ફોટો… ખિચ મેરી ફોટો
હવે ગૂગલે તમારા આલ્બમની સાઈઝ ફિક્સ કરી દીધી
1 જુનથી ગૂગલ ફોટોઝની ફ્રી સેવા બંધ : હવે ગૂગલ એકાઉન્ટમાં મળતા 15 જીબીના ફ્રી સ્ટોરેજમાં ગુગલ ડ્રાઇવ અને ફોટોઝનો પણ સમાવેશ થઈ જશે, એક્સ્ટ્રા સ્ટોરેજ માટે પૈસા ચૂકવવા પડશે
વિશ્વના નંબર વન સર્ચ એન્જીન ગૂગલમાં આગામી મહીનેથી હવે બહુ ઉપયોગી સર્વિસ ફ્રીમાં નહીં મળે. તેના માટે દર મહિને ચાર્જ ચુકવવો પડશે. 1 જૂન 2021થી ગુગલ પર ફ્રી સ્ટોરેજને 15જીબી સુધી મર્યાદિત કરી દેવાયું છે. એટલે કે તેનાથી વધુ સ્ટોરેજ માટે યુઝર્સે દર મહિને આશરે દોઢ સો રુપિયા જેટલો ચાર્જ આપવો પડશે.
ગૂગલ ફોટો જની અનલિમિટેડ સર્વિસ આ મહિને 30 એપ્રિલે ખતમ થઇ જશે. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ બેસ્ટ ફોટોજ પ્લેટફોર્મ પૈકી ગૂગલ ફોટો સૌથી વધુ વપરાય છે. આ સર્વિસ હાઇક્વોલિટીના ફોટો અને વીડિયો માટે અનલિમિટેડ ફ્રી સ્ટોરેજનો વિકલ્પ આપે છે. ગત નવેમ્બરમાં જ ગૂગલે એક જૂન 2021થી ગૂગલ ફોટો પર હાઇ ક્વાલિટી ફોટા માટે પોતાની અનલિમિટેડ ફ્રી સ્ટોરેજ સેવા બંધ કરવાની જાહેરાત કરી દીધી હતી.
પરંતુ એક જૂનથી યૂઝર્સે 15જીબીથી ઉપરના ફોટા સ્ટોરેજ કરવા માટે ગુગલ વન સબસ્ક્રિબ્શન લેવું પડશે. જે પેડ સર્વિસ છે. એક જૂનથી હાઇ-ક્વોલિટીવાળી સામગ્રી સ્ટોર તો કરી શકાશે. પરંતુ તેને તમારા ગૂગલ એકાઉન્ટમાં ગણવામાં આવશે. એટલે એક વખત સ્ટોરેજ લિમિટમાં પહોંચી ગયા પછી. તમારે એક્સ્ટ્રા ક્લાઉડ સ્ટોરેજ માટે ગૂગલ વન સબ્સક્રિપ્શન લેવું પડશે. અથવા ફોટોમાં ફ્રી સ્ટોરેજનો વિકલ્પ ચાલુ રાખવા માટે અગાઉના ડેટા ડિલિટ કરી શકો છો.
મહિનાનું સબ્સક્રિપ્શન 1.99 ડોલરથી શરુ
ગૂગલ વન માટે સબ્સક્રિપ્શન પ્લાન (19.99 ડોલર) 1467 રુપિયા વાર્ષિક એટલે કે મહિનાના આશરે 1.99 ડોલર (આશરે 146 રૂપિયા)થી શરુ થાય છે. તેમાંથી યુઝર્સને દર મહિને 100જીબી ડેટા મળશે. જો કે આ પરિવર્તન વિશ્વભરના પિક્સલ યુઝર્સ પર લાગુ નહીં પડે. જો તમે એક પિક્સલ ડિવાઇસના માલિક છો, તો તમને ગૂગલ ફોટો અનલિમિટેડ ફ્રી હાઇ ક્વાલિટિવાળા ફોટો બેકઅપ મળતું રહેશે. નોંધનીય છે કે 1 જૂન 2021 પહેસાં હાઇ ક્વાલિટીમાં અપલોડ કરાયેલા તમામ ફોટા અને વીડિયો યુઝર્સના ગુગલ એકાઉન્ટના 15જીબી સ્ટોરેજમાં મૂકી શકાશે નહીં.
1 જૂન પહેલાં સેવ કરેલા ડેટા પર છૂટ
ગૂગલનું કહેવું છે કે 1 જૂન પહેલાં યુઝર્સે જે પણ ફોટા કે વીડિયો હાઇ ક્વોલિટીમાં અપલોડ કર્યા હશે તો તે તમારા 15જીબી ફ્રી સ્ટોરેજમાં ગણાશે નહીં. એટલે કે 1 જૂન 2021 પહેલાં વાળા ફોટા અને વીડિયો હજુ પણ ફ્રી ગણાશે. અને તેના માટે સ્ટોરેજ લિમિટમાં છૂટ અપાઇ છે. યુઝર્સે અત્યારે ગૂગલ ફોટોની પોતાની તમામ તસવીરો અને વીડિયોને હાઇક્વોલિટીમાં તુરત જ અપલોડ કરી લેવા જોઇએ. હાલ ગૂગલ ફોટોમાં અપાતી હાઇક્વોલિટી વાળી ટિયર યુઝર્સને 16 મેગાપિક્સલ્સ સુધીના ફોટો અને 1080 પીક્સલ સુધીના વીડિયે સ્ટોર કરવાની મંજૂરી આપે છે.