રાજકોટમાં ત્રિકોણબાગ ચોક કાતે ‘ત્રિકોણ બાગ કા રાજા’નો ૧૯મો જાજરમાન અને ગુજરતાનો વિશાળ ગણપતિ મહોત્સવ ભકિતભાવથી ધામધૂમપૂર્વક ઊજવાય રહ્યો છે. સમૂહ આરતીમાં નલીનભાઈ ઝવેરી, કોંગ્રેસના મહિલા અગ્રણી ગાયત્રીબા વાઘેલા, અશોકસિંહ વાઘેલા, પી.ટી. જાડેજા, પી.રોય, રણજીતભાઈ મુંધવા સહિતના ઉપસ્થિત રહ્યા હતાગઈકાલે લોક ડાયરાએ રંગત જમાવી હતી આજે સાંજે પાંચ વાગ્યે બાળકો માટે ચિત્ર સ્પર્ધા યોજાશે અને રાત્રે ૮.૩૦ વાગ્યે ઈસ્કોન મંદિરના ભકતો દ્વારા ધૂન-નૃત્ય બાદ રાત્રે સાડા નવ વાગ્યે ગઢવી બંધુઓ કસુંબલ રંગ ડાયરામાં દર્શક શ્રોતાઓને મોડીરાત સુધી મોજ કરાવશે.આવતીકાલે શૂક્રવારે જાહેર જનતા માટે સાંજે પાંચ વાગ્યે આરતી સુશોભન સ્પર્ધા અને રાત્રે ૮.૩૦ વાગ્યે સોહિલ બ્લોચ ગ્રુપ દ્વારા કર્ણપ્રિય સંગીત સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. શહેરના સર્વે ગણેશ ઉપાસકો, ભાવિકોને મનોહર મૂર્તિના દર્શન, પૂજન, પ્રસાદ અને પ્રેરણાદાયી રાત્રી કાર્યક્રમોનો લાભ લેવા પધારવા જીમ્મી અડવાણી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Trending
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી
- મૂળાના પાનમાંથી બનાવો સ્વાદિષ્ટ સૂકું શાક, આ છે સરળ રીત
- મૃત્યુ પછી કોઈ વ્યક્તિ ખાલી હાથે નથી જતાં, આ 3 વસ્તુઓ તેની સાથે જાય છે