૧૯૭૬માં આઈ.એન.ટી.ના ‘શરત’ નાટકથી શરૂ થઈને અત્યારે ‘શાતિર’ નાટક સુધીની ચાર દાયકાની અવિરત સફર આજેય ચાલુ છે
કોકોનટ થિયેટર પ્રસ્તૃત ચાલી રહેલી ‘ચાય-વાય અને રંગ મંચ’ શ્રેણી દેશ વિદેશમાં ખૂણેખૂણેથી રોજ સાંજે ૬ વાગે સોશિયલ મીડીયાના ફેસબુક પેઈજ પર કલા રસીકો માણી રહ્યા છે. આ શ્રેણીમાં ટીવી-ફિલ્મો-નાટકોના કલાકારો લાઈવ આવીને વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો અને અનુભવો સાથે દર્શકોનાં પ્રશ્ર્નોના જવાબો પણ આપે છે. કલા ક્ષેત્રે રસ ધરાવતા યુવા કલાકારોને આ શ્રેણી સારૂ નોલેજ આપી રહી છે. આ શ્રેણીનું ‘અબતક’ના સોશિયલ મીડીયાના ફેસબુક પેઈજ પર પ્રસારણ થઈ રહ્યું છે. જેનો હજારો લોકો લાભ લઈ રહ્યા છે.
હિન્દી ફિલ્મ કે સિરિયલના દરેકે દરેક મોટા ગુજરાતી કલાકારોની શરૂઆત રંગભૂમિ થી જ થઇ હોય છે. રંગભૂમિ અને સીરીયલ તથા ફિલ્મની દુનિયાનું એક જાણીતું નામ જેમને આજે આખું જગત ઓળખે છે, એવા ગુજરાતી રંગભૂમિના સુપ્રસિદ્ધ કલાકાર ટીકુ તલસાણિયા ગઈકાલે ચાય વાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સિઝન – ૩ માં પધાર્યા. હતા. થિયેટર મને શા માટે આટલું ગમે છે ? શા માટે આટલું વ્હાલું છે ?
રંગભૂમિ વિશે હું કેમ આટલો પેશનેટ છું ? એ વિશે વાત કરતા ટીકુ ભાઈએ જણાવ્યું કે રંગભૂમિ પર મારી શરૂઆત ૧૯૭૬ માં આઈ.એન.ટી. સાથે થઇ. પ્રથમ નાટક શરત થી માંડી અત્યારે શાતિર સુધીનાં લગભગ ચાર દાયકાથી અવિરત સફર આજેય ચાલુ છે. ગુજરાતી રંગભૂમિ પર સક્રિય ટીકુભાઈ એ તેમના સૌ પ્રથમ નાટક શરત વિશે વાત કરી જે પ્રવીણ જોશી સાહેબે ડિરેક્ટ કર્યું હતું. નાટકની નાનકડી સ્ટોરી કર્યા બાદ ખાસ વાત એ જણાવી જેમાં જયહિન્દ થિયેટરમાં નાટકની પ્રથમ બે રો કાઢી નાખીને સ્ટેજ મોટું કર્યું હતું અને સૌ પ્રથમ થિયેટરમાં સ્ટેજ પર પ્રથમવાર લાઈવ ક્લોઝ-અપ નો અનુભવ કર્યો, ખૂબ સરસ રીતે એ સતેજ પર લાઈવ ક્લોઝ અપનું વર્ણન ટીકુભાઈએ કર્યું.
આઈ.એન.ટી. ના નિયમ મુજબ તમે જે નાટકમાં કામ ન કરતા હો તો એ નાટકમાં બેકસ્ટેજ કરવું, લાઇટ્સ, મ્યુઝિક વગેરે શીખવા એ દરેક કામ એમણે શરૂઆતમાં કર્યા અને ખાસ તો રંગભૂમિ એટલે કે સ્ટેજનાં દરેક ભાગો વિષે ડીટેઇલમાં જણાવ્યું. નાટક દરમ્યાન કયા ભાગ માં કઈ પ્રવૃત્તિ થાય એ વિષય પર પ્રકાશ પાડ્યો. જુના નાટકોમાં શરૂઆતના એનાઉન્સમેન્ટ કેવી રીતે થતી હતી એના વિશે સરસ માહિતી ટીકુ ભાઈએ પૂરી પાડી. પ્રવીણ જોષી એમના “મોસમ છલકે” નાટકમાં જે રીતે એનાઉન્સમેન્ટ કરતા એ એનાઉન્સમેન્ટ વિશેની અને આજના નાટકોના અનાઉન્સમેન્ટ વિશેની રસપ્રદ વાતો ટીકુભાઈએ શેર કરી.
આ સિવાય પણ નાટકોની ઘણી સારી નઠારી વાતો હસતા હસાવતા ટીકુ ભાઈએ કોકોનટ ફેસબુકના માધ્યમથી લોકોને કરી. સાથે એમના ફેન્સ અને પ્રેક્ષકોના પ્રશ્નોનાં જવાબ આપ્યા. જે આપ સૌ કોકોનટ ફેસબુકના પેજ ઉપર જોઈ શકશો, ખરેખર અ અવસર ચૂકવા જેવો નથી. તમે જો ટીકુ ભાઈ અને બીજા ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને જોવા અને સાંભળવા માંગતા હો તો કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે ૬;૦૦ વાગ્યે લાઈવ જોઈ શકો છે. આવનારા મહેમાનોમાં રાજેશ જોશી, ઉમેશ શુક્લા મીનળ પટેલ, સિતાંશુ યશશ્ચંદ્ર, ભીમ વાકાણી, જયેન્દ્ર મહેતા જેવા રંગભૂમિનાં પ્રખ્યાત મહેમાનોને લાઈવ જોઈ શકશો.તો આજે જ કોકોનટ થિયેટરનાં ફેસબુક પેજ ને લાઈક એન્ડ ફોલો કરીને જાણીતા કલાકારોને લાઈવ માણી શકશો.
આજે શ્રેષ્ઠ હાસ્ય ભૂમિકા ભજવતાં કલાકાર દેવેન ભોજાણી
‘ચાય-વાય અને રંગમંચ’ની આજની શ્રેણીમાં જાણીતા અભિનેતા-દિગ્દર્શક દેવેન ભોજાણી સાંજે ૬ વાગે કોકોનટ થિયેટરના ફેસબુક પેઈજ પર લાઈવ આવશે. ગુજરાતી નાટકો ફિલ્મો સાથે છેલ્લા સાડા ત્રણ દાયકાથી જોડાયેલા છે. ૧૯૮૭માં પ્રખ્યાત ટીવી શો ‘માલ ગુડી ડેઝ’થી ટીવી યાત્રા શરૂ કરી લોકપ્રિયતા મેળવીને તેણે ‘સારાભાઈ વિ.સારાભાઈ’ માટે સર્વોત્તમ એવોર્ડ જીત્યા હતા. ૧૯૯૨માં આવેલી ફિલ્મ ‘જો જીતા વહી સિકંદર’થી બોલીવુડ યાત્રા શરૂ કરી હતી. છેલ્લે તેઓ ૨૦૧૨માં આવેલી ‘અગ્નિપથ’ ઉમદા અભિનય કર્યો હતો. તેમના ઘણા શ્રેષ્ઠ નાટકો પણ તેના અભિનય થકી જ સુપરડુપર હિટ થયા હતા. આજે તેઓ રંગભૂમી સાથે જોડાયેલી વિવિધ વાતો અનુભવો દર્શકો સાથે શેર કરશે.