૩૯ દિવસમાં ૪૧ હજારથી પણ વધુ ટીફીન પહોચાડાયા
શાલીભદ્ર સરદારનગર જૈન સંઘ અને જૈનમ દ્વારા રાષ્ટ્રસંત ગુરુદેવ પૂ. નમ્રમુનિ મ.સા. ની પ્રેરણા અને બીનાબેન અજયભાઇ શેઠ (શાયન-મુંબઇ)નો સાંપડતો વિશેષ સહયોગ
કોરોનાના કેસની સંખ્યામાં સમગ્ર દેશમાં દરરોજ સતત વધારો થઇ રહ્યો હતો ત્યારે રાજકોટપણ આ મહામારીમાંથી બાકાત રહ્યું નથી. રાજકોટમાં પણ દરરોજ કોરોના બિમારીમાં અસંખ્ય લોકો ઝપડે ચડી રહ્યા હતા. હોસ્પિટલો પણ દર્દીઓથી ફુલ થઇ ગઇ હતી. ત્યારે કપરા કાળમાં રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવ નમ્રમુનિ મ.સા.ની પાવન પ્રેરણાથી રાજકોટ જૈન સમાજની અગ્રગણ્ય સંસ્થા શાલીભદ્ર સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘ અને જૈનમ દ્વારા હોમ કવોરન્ટાઇન થયેલ દર્દીઓ માટે વિના મૂલ્યે બપોર અને સાંજ માટે શુઘ્ધ-સાત્વિક જૈન ટીફીન પહોચાડવાની ટીફીન સહાય યોજના શરુ કરવામાં આવેલ હતી.
આ પરમ ટીફીન સહાય યોજનાનો લાભ ફકત રાજકોટ શહેરમાં રહેતા કોઇપણ નાત જાતના ભેદભાવ વગર હોમ કવોરન્ટાઇન દર્દીઓ તેમજ બહાર ગામથી આવેલ દર્દીઓના સગા વ્હાલાઓ કે જે હાલ રાજકોટમા હતા તેમના માટે આ સહાય કાર્યરત હતી. આ ટીફીન સહાય યોજના પ.પૂ. નરેન્દ્રમુનિ મ.સા. તથા પુજયમાં સ્વામી જયવિજયાજી મહાસતીજીની પરમ સ્મૃતિમાં મુંબઇ-સાયન નિવાસી બીનાબેન અજભાઇ શેઠ પરિવાર (કવેસ્ટ ફાઉન્ડેશન) ના સહયોગ થકી શરુ કરવામાં આવેલ હતી.
ગત તા. ૧પ એપ્રીલ ૨૦૨૧ થી શરુ કરવામાં આવેલ આ પરમ ટીફીન યોજના અંતગત તા. ર૩ મે ૨૦૨૧ એમ કુલ ૩૯ દિવસ સુધીમાં ૪૧,૦૦૦ થી વધુ હાઇઝેનીક પેકમાં બન્ને સમયમના ટીફીન કવોરોન્ટાઇન પરિવારોમાં સમયસર પહોચાડવામાં આવેલ હતા. આ હાઇઝેનીક પેક ભોજનમાં બપોરે ૧ વેજીટેબલ, ૧ કઠોળ શાક, રોટલી, સલાડ, દાળ-ભાત અને છાશ ઉપરાંત સાંજે ૧ ફરસાણ, કઢી-ખીચડી, શાક, સલાડ, અમુક દહીં, ભાખરી-થેપલા, પરોઠા જેવું મેનું આપવામાં આવેલ હતું. ઉપરાંત ભગવાન મહાવીર સ્વામીના જન્મ દિન નિમિતે બન્ને દિવસ સુખડી અને છુટી બુંદીનો પ્રસાદ પણ ટીફીનમાં સામેલ કરવામાં આવેલ હતો.
આ પરમ ટીફીન યોજનાને સફળ બનાવવા શાલીભદ્ર સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘ પ્રમુખ હરેશભાઇ વોરા તથા સેક્રેટરી મેહુલ દામાણી તથા જૈનમ ટીમના જીતુ કોઠારી, સુજીત ઉદાણી, જયેશ વસા, નીલેશ કામદાર, તરુણ કોઠારી, અમિષ દોશી, અમીશ દેસાઇ, સેજલ કોઠારી, ઉદય ગાંધી, નીલેશ ભાલાણી જીતુભાઇ મારવાડી ભરત વખારીયા, વંદીત દામાણી, રાજ કોઠારી, માનવ મારવાડી, આકાશ ભાલાણી, હેમલ કામદાર, નિલેશ દેસાઇ, વિશાલ વસા, અજય શાહ, જીગર પારેખ તથા અન્યોએ જહેમત ઉઠાવેલ હતી.