કોરોના વાયરસની બીજી લહેર પહેલી લહેર કરતા ઘાતકી સાબિત થઈ છે. અત્યારે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. જયારે તબીબો અને વૈજ્ઞાનિકોના કહેવા મુજબ થોડા મહિનામાં ત્રીજી લહેર આવી શકે છે. આ લહેર બાળકો માટે વધુ ઘાતકી સાબિત થઈ શકે છે. ત્રીજી લહેર સામે લડવા માટે ગુજરાત સરકારે આગવા આયોજનો શરૂ કરી દીધા છે. રૂપાણી સરકાર દ્વારા રસી અને આરોગ્ય સેવાને લઈ મહત્વના પગલાં લીધા છે.
ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી રૂપાણીએ માહિતી આપતા કહ્યું કે, ‘ગુજરાતમાં ઓગસ્ટ મહિનાથી દર મહિને 2 કરોડ વેક્સીનના ડોઝનું ઉત્પાનદન થશે.’ ગુજરાતમાં ઉત્પાદન થવાથી ત્રીજી લહેર સામે લડવામાં રાહત રહશે અને દરેક લોકોને રસી આપવામાં આવશે.
રાજયના નાગરિકોને સારવાર વ્યવસ્થાને ધ્યાનમાં રાખી નવી 90 એમ્બ્યુલન્સ ખરીદવાની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલએ કહ્યું કે, ’90 એમ્બ્યુલન્સ ખરીદવામાં આવશે જેમાંથી 75 એમ્બ્યુલન્સ 108 સેવા માટે અને 15 એમ્બ્યુલન્સ જનરલ હોસ્પિટલોને ફાળવામાં આવશે.’