રાજકોટમાં થતી મોટરસાઇકલ ચોરીને અટકાવવા માટે શહેર પોલીસ કમિશ્નર મનીજ અગ્રવાલ દ્વારા તેને પકડવાની સૂચના આપવામાં આવી હતી. આ ચોરી કરતા લોકોને પકડવા માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા હતા. તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના લોકોને ચોરી કરતા લોકો વિશે બાતમી મળી હતી.
આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મોટરસાઇક્લ ચોરી કરતી પુરી ટોળકીને મુદામાલ સાથે પકડી પાડી હતી. ટોળકીના 4 શખ્સ સાથે અલગ અલગ જગ્યાએથી 5 ગાડીઓ બારામત કરી હતી. તાપસ કરતા માહિતી મળી કે રાજકોટ, બોટાદ જેવા અન્ય જગ્યાએથી ગાડીઓ ચોરી કરી તેવું સામે આવ્યું છે. ચોરીની 5 ગાડીઓની કુલ કિંમત 1,20,000 આંકવામાં આવી છે.