કોઈ સ્વાર્થ વગર એક માણસ સાથે બીજા માણસ દ્વારા માનવતા દાખવીએ બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. જયારે તમને બીજા લોકોના દુઃખનો વિચાર આવે અને તમે તેને દૂર કરવા આગળ આવોએ માનવતાનો પહેલો ગુણધર્મ છે. આવો જ ગુણધર્મ આપણે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના PSI વિશાલ પટેલમાં જોવા મળ્યો.
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના PSI વિશાલ ભાઈ પટેલ એક તપાસ અર્થે બહેડિયા ગામે ગયા હતા. ત્યાં સ્થળ અને આજુબાજુની પરિસ્થિતિ જોતા ઘણા બધા બાળકો જીવન જરૂરિયાતની વસ્તુથી વંચિત હતા. આ તાપસ દરમિયાન તેમને એક સારો વિચાર આવ્યો. સાહેબે નાના બાળકોને કપડાં અને ચમ્પલ સહિત કરિયાનું અને જીવન જરૂરિયાતની વસ્તુઓ સહિતની કિટો આપવામાં આવી.
આ પહેલી વાર નથી બન્યું કે PSI વિશાલ પટેલ કોઈ જરૂરિયાત મંદ લોકોની મદદે આવ્યા હોય. તેની પહેલા પણ ખેડબ્રહ્મામાં સ્થાનિક સેવાભાવિ NGOના સમ્પર્કથી અવાર નવાર સેવા કાર્યો માં સાહેબ મદદ રૂપ થાય છે. જરૂરિયાતમંદ નાના બાળકો અને પરિવારોની વેદના સાંભળી તેમનું દર્દ સમજી ફૂલ નહિ તો ફૂલની પાંખડી મદદ કરવી તે સાચી માનવતા છે.