સોશિયલ મીડિયાના વાયરલ “વાયરસ”ને નિયંત્રિત કરવા સરકાર દ્વારા નવા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો જારી કરવામાં આવ્યા છે. ત્રણ માસ અગાઉ બહાર પાડવામાં આવેલા આ નિયમોને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને સરકાર વચ્ચે તકરાર શરૂ થઇ છે. એમાં પણ બોખલાયેલા વોટ્સએપએ મોદી સરકાર સામે કેસ કરતા વિવાદ વધુ વકર્યો છે. વોટ્સએપે નવા નિયમો વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટના દ્વાર ખખડાવી સરકારના નવા આઈટી નિયમોને લલકાર્યા છે.
વોટ્સએપે વાંધો ઉઠાવી અરજીમાં જણાવ્યું છે કે સરકારના નવા નિયમોથી યુઝર્સની ગોપનીયતાનું હનન થશે. લોકોની પ્રાઈવસી તૂટશે. પરંતુ આ સામે આઈટી મંત્રાલયે જણાવ્યું છે કે વોટ્સએપે હાઇકોર્ટમાં પડકાર ફેંકી સરકારની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. અને રહી વાત યુઝર્સની પ્રાઈવેસી પોલીસીની તો નવા નિયમોથી યુઝર્સની ગોપનીયતાનું હનન થશે નહીં. પરંતુ ફેક ન્યુઝ અને ખોટી કમેંટ દ્વારા અન્યની ગોપનીયતાને થતી હાનિ રોકવા આમ કરવું જરૂરી છે. સરકાર અને વોટ્સએપ, ટ્વિટર વચ્ચે સબ્દિક યુદ્ધ છેડાયું હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે.
⇒ આવા નિયમો લાગુ કરનાર ભારત એક માત્ર દેશ નથી ⇐
કાયદામંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, આ નવા આઈટી કાયદા માત્ર ભારતમાં જ લાગુ થયા હોય એવું નથી. આ અગાઉ યુકે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને કેનેડા જેવા દેશોમાં આ પ્રકારનાં કાયદા અમલી છે જ.
⇒ વોટ્સએપ પાછુ પડયું ⇐
અમે કાયદાનું પાલન નહી કરીએ એવું અમે કહ્યું જ નથી. બસ, અમે સરકાર પાસેથી હજુ થોડો સમય માંગીએ છીએ-વોટસએપ
⇒ હવે વોટસએપ ટે…ટે… કરવાનું બંધ કરે ⇐
વોટ્સએપ ટે…ટે… કરવાનું બંધ કરે. ફેક ન્યુઝ રોકવા જરૂરી ગાઈડલાઈનના પાલન પર ધ્યાન દે -સરકાર
⇒ હાથ ઉંચા કરી દો એમ ન ચાલે ⇐
ફેક ન્યુઝ રોકવા મામલે સોશ્યલ મીડિયા કંપની હાથ ઉંચા કરી દે તેમ નહીં ચાલે, ખોટા સમાચારોના ઉદભવથી માંડી ટ્રેકીંગ સુધી કંપનીઓએ કામ કરવું પડશે-કાયદામંત્રી
⇒ લોકોના હિતમાં જ નવા નિયમો ⇐
નવા નિયમોને ગોપનિયતાનું હનન ગણાવતા વોટસએપને પલટવાર કરતા સરકારે કહ્યું કે અમને શીખામણ ન દો, નવા કાયદા લોકોના હિતમાં જ લાવ્યા છીએ.
⇒ ભારતમાં કામ કરવું છે તો ‘જમીની’ કાયદાનું પાલન અનિવાર્ય ⇐
જો ભારતમાં કામ કરવું છે તો જમીની કાયદાનું પાલન કરવું જ પડશે. વોટ્સએપે મેસેજીંગ સુવિધા ચાલુ રાખવી છે તો નવા નિયમો માનવા પડશે- રવિશંકર પ્રસાદ
⇒ કબુતરના આંચળમાં ગીધડુ નીકળ્યું ⇐
નવા નિયમો અનુસરી તાત્કાલિક ફેરફાર કરીશું તો યુઝર્સ અકળાશે, અમારી સામે વિરોધ કરી શકે-ટ્વિટરની દલીલ
⇒ યુઝર્સની પ્રાઈવસી તુટવાનો ભય ⇐
નવા નિયમોથી યુઝર્સની ગોપનિયતાનો ભંગ થશે- ટવિટરની દલીલ
⇒ ટ્વિટર જુઠાણુ ફેલાવી ભય ન ઉભો કરે ⇐
નવા નિયમોથી કોઈ પ્રાઈવસીને અસર થશે નહિ, ટ્વિટર જુઠાણું ફેલાવી ભય ઉભો કરવાનું બંધ અન્યથા કડક પગલા માટે તૈયાર રહે- કાયદામંત્રી