સાંદિપની વિદ્યાલયના મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા નિકુંજએ પરિવાર તથા સૌરાષ્ટ્રનું ગૌરવ વધાર્યુ
જસદણની સાંદિપની વિદ્યાલયના છાત્ર નિકુંજભાઇએ ગૂગલ કંપનીમાં સોફ્ટવેર એન્જીનીયર તરીકે પસંદગી મેળવી પરિવાર તથા સૌરાષ્ટ્રનું ગૌરવ વધાર્યુ છે. તેમણે જવાહર નવોદયની પરિક્ષામાં પાસ થયેલ અને ત્યાંથી આગળ એસવીએનઆઇટી કોલેજ-સુરતમાં અભ્યાસ કરીને સ્માર્ટ મહેનતે સ્વબળે આગળ વધીને વિશ્ર્વની સર્વોત્તમ સોફ્ટવેર કંપની ગૂગલમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે નિકુંજ પસંદગી પામેલ છે.
પ્રજાપતિ સમાજ, જસદણ તાલુકા, ગુજરાત રાજ્ય અને ભારત દેશનું ગૌરવ વધાર્યું છે. એક ઇન્ટરવ્યુમાં તેણે જણાવેલ કે તેના પ્રેરક તરીકે પિતા હરેશભાઇ અને માતા ભાવનાબેન તેમજ ડો.સંજયભાઇ સખીયા, સાંદિપની વિદ્યાલય અને તમામ તેની લાઇફમાં આવેલા શિક્ષકો રહ્યાં છે હાલ તેની પોસ્ટ યુરોપના પોલેન્ડ ક્ધટ્રીમાં વર્સો કેપીટલ સિટીમાં કરવામાં આવી છે. સફળતાનો કોઇ શોર્ટ કટ હોતો નથી, સામાન્ય આર્થિક પરિસ્થિતિમાંથી પણ આગળ વધી શકાય છે. એ ઉક્તિ ખરેખર અહીં સાચા અર્થમાં ચરિતાર્થ થતી જોવા મળી છે. મજબૂત પ્રાથમિક શિક્ષણને કારણે નિકુંજે અભ્યાસ પૂર્ણ કર્યાના બે જ વર્ષમાં આ લક્ષ્ય હાંસલ કર્યું છે.