અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના એકઝીબીશન હોલ ખાતે આવતીકાલથી ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ફેરનો પ્રારંભ થશે. ત્રણ દિવસ ચાલનારા આ ફેરમાં ૧૨ દેશો તથા ૨૧ રાજયોના ટુરીઝમ બોર્ડ ભાગ લેશે. કુલ ૬૨૫ એકઝીબીટર્સ ટુરીઝમ ફેરમાં હાજરી આપશે.નેપાળ, શ્રીલંકા, ભુતાન, ચીન, માલદીવ, સિંગાપોર, થાઈલેન્ડ, યુએઈ, રશિયા, ઉમ્બેકીસ્તાન, ઈન્ડોનેશીયા અને જાપાન સહિતના દેશોના પ્રતિનિધિઓ ટુરીઝમ ફેરમાં ઉપસ્થિત રહેશે. આ મેળો ગત વર્ષ કરતા ૨૫ ટકા મોટો રહેશે તેવો દાવો કરવામાં આવ્યો છે. ભારતમાં વિદેશી મુસાફરોને આકર્ષવા માટે ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રસંગે મંત્રી ગણપત વસાવા, ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાતના ચેરમેન કમલેશ પટેલ તેમજ ટુરીઝમના પ્રિન્સીપાલ સેક્રેટરી એસ.જે.હૈદર હાજરી આપશે.
Trending
- હળવદ: પોતાની ફરજની સાથે માનવતા મહેકાવતા Ex. આર્મી મેન : ડુંગરભાઈ કરોત્રા
- ‘વાળની લેન્થ જોને વધતી જ નથી’ તમારા આ પ્રોબ્લેમનું સોલ્યુશન મળી ગયું
- Dwarka : નાગેશ્વર નજીક 24 યાયાવર પક્ષીનો શિકાર
- ડાંગ જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાં “સંવિધાન દિવસ” ની ઉજવણી કરાઇ
- Ola લવર માટે મોટા સમાચાર, ola એ લોન્ચ કર્યા ન્યુ S1 Z સીરીઝ ના સ્કુટર
- જામનગર : અજમા હરાજીનો પ્રારંભ, દેશભરમાં સૌથી ઊંચો ભાવ બોલાયો
- દેશના 5 સૌથી જૂના અને આલીશાન રેલ્વે સ્ટેશન
- વાયો વૃદ્ધના નાગરિકોની આવક મર્યાદા અવગણીને આયુષ્માન કાર્ડ આપવાનો અમલ કરતી વય વંદના કેટેગરી