વેક્સીનને કરમુક્તિ આપવાના પ્રસ્તાવ પર વિચારણા: અનેક રાજ્યોનું સૂચન
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતાવાળી જીએસટી કાઉન્સિલની બેઠક આજે ૭ મહિના પછી મળી રહી છે. જોકે તેના એજન્ડામાં અર્થવ્યવસ્થાને લગતા પ્રશ્નો છે, પરંતુ તેમાં રાજકીય લાઇન પર ચર્ચા થવાની સંભાવના છે. ખાસ કોરોના સંક્રમણ સમયે દવાઓ તેમજ વેક્સીન પર લાગતા ટેક્સમાં રાહત આપવાની દરખાસ્ત મુકાશે જ્યારે અન્ય અનેક ક્ષેત્રોમાં ટેક્સ સ્લેબ વધારી દેવાની પણ જોગવાઈ કરવામાં આવે તો નવાઈ નહીં. તમાકુ, તમાકુ ઉત્પાદ, લઝરીયસ ચીજ વસ્તુઓ પર ટેક્સ સ્લેબ વધારવો તેમજ ઓનલાઈન જુગાર સહિતના ક્ષેત્રોને જીએસટીના દાયરામાં લાવવા અંગે દરખાસ્તો કરાઈ શકે છે.
ખાસ આજની બેઠકમાં વેકસીનને કરમાંથી મુક્તિ આપવી કે કેમ તેં અંગે ચર્ચા થનારી છે. અનેક રાજ્યોએ માંગણી કરી છે કે, વેક્સીન પરનો જીએસટી દર શૂન્ય અથવા તો ૦.૧% કરી દેવામાં આવે ત્યારે આ મુદ્દો સૌથી વધુ ચર્ચાય તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, હાલ વેકસીન પર ૫% જેટલો જીએસટી વસૂલવામાં આવે છે.
કોરોનાકાળના લગભગ ૮ માસ બાદ પ્રથમ વખત આજે મળી રહેલી જીએસટી કાઉન્સીલની બેઠકમાં એક તરફ વેકસીન તથા કોવિડ સંબંધીત દવા સહીતના ઉત્પાદનો પરનો વેરો ઘટાડવા માટેની વિચારણા થશે તો બીજી તરફ કાઉન્સીલ સમક્ષ જૂતા, રેડીમેઈડ ગારમેન્ટ સહિતની હાલ જે ૫%ના સ્લેબમાં અનેક ઉત્પાદનો છે તેને ૧૨%ના દરમાં ફેરવવાની પણ દરખાસ્ત છે. કાઉન્સીલની બેઠક પૂર્વે મળેલી ફીટમેન્ટ કમીટીની બેઠકમાં રૂા ૧૦૦૦ થી ઓછી કિંમતના ફૂટવેર જે હાલ ૫%ના સ્લેબમાં છે તેને ૧૨%ના સ્લેબમાં ફેરબદલની દરખાસ્ત છે અને ૫% માંથી ૧૨%ના સ્લેબમાં લાદવા માટે ભલામણ કરી છે અને તેના કાચામાલ જેવા કે માનવ નિર્મીત ફાઈબર અને યાર્ન ને હાલ ૧૮%ના સ્લેબમાંથી ૧૨%ના સ્લેબમાં લાવવા જોઈએ. જેની ઈનપુટ ટેક્ષ ક્રેડીટ પર પણ અંકુશ આવી જશે. હાલના જીએસટી માળખામાં ઉત્પાદનો એવા છે જયાં કાચા માલ એ ઉંચા સ્લેબમાં છે અને તૈયાર ઉત્પાદન એ નીચા સ્લેબમાં જેની ઈનપુટ ટેક્ષ ક્રેડીટનું ભારણ સતત વધતુ જાય છે અને સરકારનો રીફંડનો આંકડો સતત વધતો જાય છે.
જીએસટી કાઉન્સિલની આજે ૭ મહિનાના ગાળા પછી બેઠક થઈ રહી છે. જોકે તેની કાર્યસૂચિ પર અર્થવ્યવસ્થાને લગતા પ્રશ્નો છે પરંતુ તેમાં રાજકીય લાઇન પર ચર્ચા થવાની સંભાવના છે. આ ચર્ચા રસી પરના ટેક્સ અંગે હોય કે કાઉન્સિલમાં રાજ્યોને વધુ સત્તા આપવાના મુદ્દાની વાત હોય આ તમામ મુદ્દે ચર્ચા થાય તેવી સંભાવના છે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં સૌથી મોટો મુદ્દો એ છે કે, શું કોવિડને લગતા માલ, રસી અને ડ્રગ્સ પર ટેક્સ લગાવવો જોઈએ?
આ વખતે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલમાં ૫ નવા ચહેરા જોડાઇ રહ્યા છે. કેટલાક રાજ્યોમાં તાજેતરની વિધાનસભાની ચૂંટણી બાદ નવા ચહેરા જીએસટી કાઉન્સિલમાં સામેલ થઈ રહ્યા છે. જેમાં પુડુચેરીના મુખ્ય પ્રધાન એન રંગસ્વામી, બિહારના નાયબ મુખ્ય પ્રધાન તારકિશોર પ્રસાદ, આસામના નાણા પ્રધાન અજંતા નિયયોગ, તમિલનાડુના નાણામંત્રી પલાનીવેલ ત્યાગરાજન અને કેરળના નાણામંત્રી કે.એન. બાલાગોપાલનો સમાવેશ થાય છે.
વિધાનસભાની ચૂંટણીમાં તમિળનાડુ અને પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તેના સાથી પક્ષોની હારથી વિરોધી પક્ષો દ્વારા શાસિત રાજ્યોના વલણમાં પરિવર્તન આવ્યું છે. તેઓ કોવિડ રસી ઉપર શૂન્ય કરની માંગ કરી રહ્યા છે. હાલમાં, રસી પર ૫% જીએસટી વસુલવામાં આવે છે. કેટલાક રાજ્યોએ કોરોના રસીને સંપૂર્ણ કરમુક્ત રાખવા અથવા ૦.૧ ટકાનો સીમાંત કર લાદવાનું સૂચન કર્યું છે. આ બેઠકમાં કોવિડને લગતા માલ પરનો ટેક્સ ઘટાડવા અથવા દૂર કરવાના પ્રસ્તાવ પર પણ ચર્ચા કરવામાં આવશે.
ફૂટવેરમાં પણ રૂા. ૧૦૦ સુધીના જૂતા ૫%ની કેટેગરીના છે અને તેનો સોલ, કલર ૧૮% માં છે અને લેધર ૧૨%માં છે જેના કારણે આઈટીસીમાં પણ અનેક સમસ્યા આવે છે.સરકારને તેથી જ ફૂટવેરમાં રૂા.૨૦૦૦ કરોડનું રીફંડ દર વર્ષે આપવું પડે છે.રેડીમેઈડ ગારમેન્ટમાં જીએસટી પૂર્વે ૧૩.૨% ની ડયુટી હતી જે હાલ ૫% છે જેમાં ફેબ્રીક પર ૫% પણ દોરા પર ૧૮%નો ટેક્ષ સ્લેબ છે. સરકારે પહેલા તો આ ઉત્પાદન પર આઈટીસીની મંજુરી મળી હતી તે ૨૦૧૮ માં શરુ કરી ફેબ્રીક પરની ડયુટી જો પરત આપવામાં આવે તો સરકારે મોટું રીફંડ ચૂકવવું પડશે. આ જ રીતે બિનપરંપરાગત ઉર્જાના સાધનો જેવા કે સોલાર પેનલ, રેલવેના સ્ટોર, ફાર્માસ્યુટીકલ, ટ્રેકટર એલઈડી અગરબતી શાહી, પેન, વાસણો પાણીના પંપમાં પણ આ રીતે ઈન્વર્ટેડ ડયુટી જે તૈયાર ઉત્પાદન કરતા કાચા માલ પર ઉંચા સ્લેબનો જીએસટી છે તેના પર પણ આ પ્રકારના સતત ફેરફાર વિચારાશે
શું રસી ઉપર ટેક્સમાં છૂટ મળશે?
બે વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું કે, રસીને જીએસટીમાંથી મુક્તિ આપવાના પ્રસ્તાવ પર ઉંડાણપૂર્વક વિચાર કરવો જરૂરી છે. ઘણા એવા કિસ્સા બન્યા છે કે જ્યારે ઇનપુટ ટેક્સ ક્રેડિટને કારણે કિંમતોમાં વધારો થયો છે. એક અધિકારીએ કહ્યું કે, રસી ઉપર સંપૂર્ણ રીતે ટેક્સને છૂટ આપવી અને નજીવો ટેક્સ લગાવવાના તમામ પાસાઓની ચર્ચા કરવામાં આવી છે. હવે તેને કાઉન્સિલ સમક્ષ રખાશે. ઉત્પાદકો ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરી શકતા નથી જો કોઈ વસ્તુને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવે. આવી સ્થિતિમાં જીએસટી વિનાના ભાવ ઉંચા હોઈ શકે છે કારણ કે ખર્ચમાં તમામ ઇનપુટ ટેક્સ શામેલ હોય છે. નજીવા કરના ૦.૧% ના ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરવાની મંજૂરી આપવામાં આવશે.
રેડીમેઇડ ગારમેન્ટ, ફૂટવેરને ૧૨%ના દાયરામાં લેવાય તેવી પ્રબળ શકયતા
કાઉન્સીલ સમક્ષ જૂતા, રેડીમેઈડ ગારમેન્ટ સહિતની હાલ જે ૫%ના સ્લેબમાં અનેક ઉત્પાદનો છે તેને ૧૨%ના દરમાં ફેરવવાની પણ દરખાસ્ત છે. કાઉન્સીલની બેઠક પૂર્વે મળેલી ફીટમેન્ટ કમીટીની બેઠકમાં રૂા ૧૦૦૦ થી ઓછી કિંમતના ફૂટવેર જે હાલ ૫%ના સ્લેબમાં છે તેને ૧૨%ના સ્લેબમાં ફેરબદલની દરખાસ્ત છે અને ૫% માંથી ૧૨%ના સ્લેબમાં લાદવા માટે ભલામણ કરી છે અને તેના કાચામાલ જેવા કે માનવ નિર્મીત ફાઈબર અને યાર્ન ને હાલ ૧૮%ના સ્લેબમાંથી ૧૨%ના સ્લેબમાં લાવવા ભલામણ કરવામાં આવી છે. જેની ઈનપુટ ટેક્ષ ક્રેડીટ પર પણ અંકુશ આવી જશે. હાલના જીએસટી માળખામાં ઉત્પાદનો એવા છે જયાં કાચા માલ એ ઉંચા સ્લેબમાં છે અને તૈયાર ઉત્પાદન એ નીચા સ્લેબમાં જેની ઈનપુટ ટેક્ષ ક્રેડીટનું ભારણ સતત વધતુ જાય છે અને સરકારનો રીફંડનો આંકડો સતત વધતો જાય છે.
કાઉન્સિલમાં નવા ૫ ચહેરાઓનો સમાવેશ
આ વખતે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલમાં ૫ નવા ચહેરા જોડાઇ રહ્યા છે. કેટલાક રાજ્યોમાં તાજેતરની વિધાનસભાની ચૂંટણી બાદ નવા ચહેરા જીએસટી કાઉન્સિલમાં સામેલ થઈ રહ્યા છે. જેમાં પુડુચેરીના મુખ્ય પ્રધાન એન રંગસ્વામી, બિહારના નાયબ મુખ્ય પ્રધાન તારકિશોર પ્રસાદ, આસામના નાણા પ્રધાન અજંતા નિયયોગ, તમિલનાડુના નાણામંત્રી પલાનીવેલ ત્યાગરાજન અને કેરળના નાણામંત્રી કે.એન. બાલાગોપાલનો સમાવેશ થાય છે. જે રીતે અનેક રાજ્યોની ચૂંટણીમાં ભાજપ અને તેના સાથી પક્ષોની હાર થતા અનેક વિપક્ષી દળોના નેતાઓનો સામનો કરવાની ફરજ પડી છે.
ઓનલાઈન જુગાર, કેશીનો અને રેસકોર્સને જીએસટીના દાયરામાં લેવાશે?
એક તરફ આરોગ્ય ક્ષેતને જ્યારે અનેકવિધ રાહતો આપવાની દરખાસ્ત મુકવામાં આવનારી છે ત્યારે આ ખર્ચને સરભર કરવા માટે નવા ક્ષેત્રોને જીએસટીના દાયરામાં લાવવાની ફરજ પડશે જેથી ખર્ચને સરભર કરી શકાય. ત્યારે બે દિવસ અગાઉ જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી છે. જે ઓનલાઈન જુગાર રમાડતી એપ્લિકેશન જેવી કે ડ્રિમ ૧૧ સહિત પર ટેક્સ વસુલવો કે કેમ તે અંગે નિર્ણય કરશે. ઉપરાંત કેશીનો અને રેસકોર્સને પણ જીએસટીના દાયરામાં લેવામાં આવે તો નવાઈ નહીં.