‘તાઉતે’ વાવઝોડાએ સૌરાષ્ટ્ર સહીત ગુજરાતમાં ભારે તબાહી મચાવી છે. જેમાં મુખ્તેવ ખેડૂતો અને ખાસ કરી બાગાયતી પાક વારા ખેડૂતને વધુ નુકસાન થયું છે. મુખ્યમંત્રી રૂપાણી દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોનું પરીક્ષણ કરી 500 કરોડની સહાય કરવામાં આવી છે.
કૃષિમંત્રી આર.સી.ફળદુએ પત્રકાર પરિષદમાં નુકસાની અને સહાય બાબતે કહ્યું છે કે, ‘મારા મત મુજબ રાજ્યમાં સૌથી વધુ નુકસાની બાગાયતી ખેતીને થઈ છે, નુકસાનીમાં સહાય આપવા માટે જે સૂચન મળ્યાં તેનાથી પણ 20% વધુ વળતરની જાહેરાત કરાઈ છે. સૌરાષ્ટ્રમાં કુલ 500 કરોડની નુકસાની થઈ છે, જેની સામે 500 કરોડની સહાય આપવામાં આવી છે. એક સપ્તાહમાં મોટાભાગના અસરગ્રસ્તોને સહાય મળી જશે.’
આ સાથે ઉદ્યોગમાં જે નુકસાન થયું તે વિશે પણ વાત કરતા કહ્યું કે, ‘ઉદ્યોગકારોને થયેલી નુકસાનીમાં પણ મદદરૂપ થવા સરકાર આયોજન કરી રહી છે.’ અસરગ્રસ્ત વિસ્તારોમાં કામ બાબત વિશે કૃષિમંત્રીએ કહ્યું કે, ‘નુકસાનીની ગંભીરતાને ધ્યાને રાખીને 669 લોકોની ટીમને સર્વે માટે કામે લગાવ્યા છે. જે રીતે કોંગ્રેસના સિનિયર આગેવાનો સહાય પેકેજ પર કૉમેન્ટ્સ કરી રહ્યા છે. તે જોતા મને એવું લાગે છે કે, તેઓ પીઢતા ગુમાવી રહ્યા છે. હાલ સુધીમાં 87% સર્વેની કામગીરી પૂર્ણ કરી લેવાઇ છે.’