અકારણ ડર, અકારણ ભય અને ભવિષ્યની અવાસ્તવિક ચિંતા માણસને કંજુસ, સંગ્રહખોર અને નિષ્ઠુર બનાવે છે: મનોવિજ્ઞાન ભવન
જ્યારથી કોરોના આવ્યો અને લોકડાઉન આવ્યું ત્યારથી લોકો એટલા બધા ગભરાય ગ્યા છે કે લોકો પોતે શું કરે છે એની પણ ખબર રહેતી નથી. લોકો પોતાની માનસિક અસ્થિરતા ગુમાવી રહ્યા છે ત્યારે લોકોને કોરોનાએ સંગ્રહવૃત્તિખોર બનાવી દીધા. સંગ્રહ કરવો એ વૃત્તિ સારી પણ અકારણ સંગ્રહ કરવો એ એક પ્રકારની વિકૃતિ છે. અહીં સંગ્રહખોરવૃતિ એટલે અકારણ વસ્તુઓ કે ચીજ વસ્તુઓ અથવા જીવન જરૂરિયાત વસ્તુઓનો સંગ્રહ કરવો.
જેની જરૂર નથી, પડી પડી વસ્તુઓ બગડી જાય છે એવુ લોકો માંને છે છતાં લોકો વસ્તુઓનો સંગ્રહ કરવા લાગ્યા છે.મનોવિજ્ઞાન ભવનમાં આવતા ફોનકોલ માં સંગ્રહવૃત્તિના ફોન ઘણા આવેલા.. કિસ્સો.૧. મારી પત્ની સતત ખરીદી કરે છે, કરિયાણું, મસાલા અને શાકભાજી ખરીદ્યા કરે છે. ઘરના ફ્રીઝમાં શાકભાજી ન સમાય તો પડોશીના ફ્રીઝમાં મુકવા જાય છે. હું અને પડોશી કઁટાળી ગયા છીએ. કિસ્સો. ૨. હું વિધવા માતા છું.
દીકરી ઉંચ્ચ અભ્યાસ કરે છે પણ ઘણા સમયથી કોલેજ બંધ છે માટે ઘરે છે. તે કોસ્મેટિક આઈટમ સતત ખરીદ્યા કરે છે, ઘણી વસ્તુઓ ભેગી કરી છે, તેને બ્યુટીપાર્લરમાં ૧૫ દિવસે જવા જોઈતું પણ હમણાં બધું બંધ હતું તો કોસ્મેટિક આઈટમ ખરીદ્યા કરે છે. છાપામાં વાચ્યું કે તમે આવી કુટેવો મટાડો છો માટે ફોન કર્યો. કિસ્સો. ૩. મારા ફાધર બોક્સ, પ્લાસ્ટિકની બેગ, દોરા આ બધું જ ભેગું કર્યા કરે છે. પેલા તો આવું ન કરતા પણ હમણાંથી બિન જરૂરી આવી કચરો ભેગા કરે છે. કોઈ ઉપાય કહો.. કિસ્સો. ૪. મારા ઘરવાળા સિગરેટના પેકેટ મંગાવ્યા જ કરે છે. ગયા વખતે સિગરેટ નહોતી મળતી એટલે એમને એમ છે કે આ વખતે પણ એવું થશે. આખા વર્ષ પીવે એટલી સિગરેટ ખરીદે છે.. કાર્ટૂન ના કાર્ટૂન ખરીદ્યા છે. સમજાવો..
કોરોનાની મહામારીમા અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો છેલ્લા દોઢ વર્ષમાં લોકો એ કર્યો આર્થિક સમસ્યાઓ, સુખ-સુવિધાની સમસ્યાઓ, ચીજવસ્તુઓ પુરતા પ્રમાણમાં ન મળવાની સમસ્યાઓ, હોસ્પિટલમા સમયસર સારવાર ન મળવાની સમસ્યાઓ, ઓક્સિજન, વેન્ટીલેટર કે બેડ ન મળવાની સમસ્યાઓ, વાહન વ્યવહારની ન થઈ શકવાની સમસ્યાઓ, મજુરવર્ગની સમસ્યાઓ જેવી અનેક સમસ્યાનો સામનો લોકોએ વાસ્તવિક રીતે કર્યો છે તેથી તેની અસર તેના માનસપટ પર બહુ ઊંડી પડી છે.
આ માનસિકતાને લઇને લોકો એવુ વિચારી રહ્યા છે કે આપણે ભવિષ્યમાં આવી કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તેથી આપણે જીવન જરૂરી અને આવશ્યક વસ્તુઓનો સંગ્રહ કરી લઈએ. પરંતુ આપણુ મન બહુ ચંચળ છે તેને તમે થોડુ આપશો તો તે વધારે માંગશે તેથી અમુક વસ્તુઓનો પર્યાપ્ત માત્રામા સંગ્રહ કરી લીધો હોવા છતા તેની માંગ કરે છે અને વ્યક્તિ ધીરેધીરે સંગ્રહખોરી તરફ વળવા લાગે છે.
જોખમ કારક પરિબળો:
સંગ્રહખોરી સામાન્ય રીતે ૧૧ થી ૧૫ વર્ષની આસપાસ શરૂ થાય છે, અને તે વય સાથે વધુ ખરાબ થવાનું વલણ ધરાવે છે. નાના પુખ્ત વયના લોકો કરતા વૃદ્ધ વયસ્કોમાં સંગ્રહખોરી સામાન્ય છે. આ વૃતિના જોખમનાં પરિબળોમાં શામેલ છે:
વ્યક્તિત્વ : ઘણા લોકો કે જેઓ સંગ્રહખોરીની વિકૃતિ ધરાવે છે તેમનો સ્વભાવમા અસ્પષ્ટતા શામેલ હોય છે. ત્યા સુધી કે તેમને એ સંગ્રહનો કોઈ સ્પષ્ટ કે વાસ્તવિક ઉત્તર આપી શકતા નથી.
મનોભાર જનક પરિસ્થિતિ : કેટલાક લોકો તણાવપૂર્ણ જીવનની ઘટનાનો અનુભવ કર્યા પછી સંગ્રહખોરી વિકસાવે છે, જેમ કે તેઓને કોઇ પરિસ્થિતીનો સામનો કરવામાં મુશ્કેલી આવી હોય, જેમ કે કોઈ પ્રિય વ્યક્તિનું મૃત્યુ, છૂટાછેડા, ઘરમાંથી કાઢી નાખવું અથવા આગમાં સંપત્તિ ગુમાવવી.
અવાસ્તવિક ભય: જે લોકોએ વાસ્તવિક રીતે અમુક મુશ્કેલ પરિસ્થિતિનો સામનો ન કર્યો હોવા છતા અન્યની મુશ્કેલીઓને જોઇને પોતે સંગ્રહખોરી વિકસાવી લે છે. દા.ત. મહામારી દરમિયાન ઘણા લોકોએ ઓક્સિજનના બાટલાઓનો સંગ્રહ કરેલો.
આવી માનસિકતા ધરાવવા પાછળનું કારણ
- પોતાના અસ્તિત્વનો ભય
- મૃત્યુ ભય
- ખોટી અફવાઓથી થતો ડર
- પછી મને કાંઇ મળશે નહી તેવુ વલણ
લક્ષણો:
૧. વધુ પડતી વસ્તુઓ મેળવવી અને સંગ્રહિત કરવી, રહેવાની જગ્યાઓમાં ધીરે ધીરે મુશ્કેલીઓનું નિર્માણ અને વસ્તુઓ કાઢવામા થતી મુશ્કેલી સામાન્ય રીતે સંગ્રહખોરીના પ્રથમ સંકેતો કે લક્ષણો છે, જે ઘણીવાર કિશોર વયે અથવા પ્રારંભિક પુખ્ત વયના વર્ષોમાં સપાટી પર આવે છે.
૨. જેમ જેમ વ્યક્તિને તકલીફ થતી જાય છે, તેમ તે અસામાન્ય રીતે તે વસ્તુઓ પ્રાપ્ત કરવાનું શરૂ કરે છે જેની કોઈ તાત્કાલિક જરૂરિયાત અથવા માંગ હોતી નથી.
૩. સંગ્રહખોરીની સમસ્યાઓ ધીમે ધીમે સમય સાથે વિકાસ પામે છે અને તે એક પ્રકારનુ ખાનગી વર્તન હોય છે. મોટે ભાગે અન્ય લોકોના ધ્યાન સુધી પહોંચે ત્યાં સુધી વિકસિત થાય છે.
૪. અહી વ્યક્તિને વસ્તુઓ સાચવવાની જરૂરિયાત લાગે છે, અને તેને કાઢી નાખવાના વિચારથી નારાજ થાય છે.
૫. અસ્પષ્ટતા, સંપૂર્ણતાવાદ, અવગણના, વિલંબ, યોજના અને આયોજનની સમસ્યાઓ તરફી વલણ દાખવવું.
૬. અસામાન્ય રીતે વધુ પડતા બિનસલાહભર્યા ખોરાક અથવા કચરાનું નિર્માણ કરવું.
૭. જેઓ તમારા ઘરમાંથી મુશ્કેલીઓ ઘટાડવાના કે દૂર કરવાનો પ્રયાસ કરે છે તેની સામે વિરોધ
૮. વસ્તુઓનું આયોજન કરવામાં મુશ્કેલી, ક્યારેક ગડબડમાં મહત્વપૂર્ણ વસ્તુઓ ગુમાવવી