ધોરાજીના સુપેડી પાસે રાયધરાના પુલ પાસે કોઇ અજાણી વ્યકિત મેડીકલ વેસ્ટ ફેંકી પલાયન થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતા તુરંત જ તાલુકા હેલ્થ ઓફીસર સાથે આરોગ્ય ટીમ અને પોલીસ સહિતનો કાફલો દોડી આવ્યો હતો.ઘટના સ્થળે ઇન્જેકશન તેમજ અન્ય સર્જીકલ વસ્તુઓ જોવા મળી હતી.
આ મેડીકલ વેસ્ટ જાહેરમાં જોવા મળતા અનેક સવાલો ઉઠયાં છે. આ અંગે તંત્ર પણ એકબીજા પર ખો આપી રહ્યું છે. મેડીકલ વેસ્ટ ખુલ્લામાં જોવા મળતા હજુ સુધી કોઇ કબ્જો કે નાશ કરાયો નથી. તેમજ સ્થળ પર મેડીકલ વેસ્ટના બોરા ભરી રાખી દેવાયા છે. સ્થાનીકોમાં આ અંગે અનેક સવાલો ઉઠી રહ્યાં છે.
આવો મેડીકલ વેસ્ટ કોણ અને કયારે ફેંકી ગયું? તેમજ આના માટે જવાબદાર કોણ? સ્થાનીકોએ આ અંગે તુરંત જાણ કરતા હજુ તંત્ર એકશન મોડમાં હોય તેવું લાગતું નથી.મેડીકલ વેસ્ટ કોણે અને કયારે ફેંકયો તે અંગે ફરીયાદ થશે કે નહિ તે હવે જોવાનું રહ્યું