મેષ રાશીફળ – આ રાશિના જાતકોને આજે આરામ કરવાનો દિવસ છે. બીજા લોકોને પ્રભાવિત કરવા માટે વધુ સમય વેડફવો નહીં. આજે લોકોનું તમારા તરફ આકર્ષિત કરવાનો સારો દિવસ છે. આ રાશિના લોકો માટે આજે પસંદગી કરવાના અનેક વિકલ્પો હશે પરંતુ કોની પહેલા પસંદગી કરવી એ સમસ્યા હશે જીવનસાથી સાથે રોમેન્ટિક સમય વિતાવો. ઓફિસમાં ખોટી રીતે ટાંગ ખેચનરા લોકો ગુસ્સો અપાવી શકે છે. આજના દિવસે શરૂ કરેલા તમામ કાર્યો શાંતિપૂર્વક પૂર્ણ થશે.

વૃષભ રાશીફળ – આજના દિવસ દરમિયાન તમારો પ્રબળ આત્મવિશ્વાસ અને સરળ કામકાજ તમારા મનને આરામ આપશે. બોલતા સમયે તથા નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી. તમારા જીવનસાથી વાયદો તોડી શકે છે, પરંતુ ગુસ્સે ન થવું અને વાતચીતથી સમસ્યાનો ઉકેલ લાવવો. ટેક્સ અને વીમા સાથે જોડાયેલા કામ કરવાની જરૂરત છે. આ રાશિના લોકો માટે આજનો દિવસ કાર્યસ્થળ પર અનુકૂળતાનો રહેશે.

મિથુન રાશીફળ – આ રાશિના જાતકો દિવસ દરમિયાન બેચેનીથી હેરાન થઈ શકે છે. ખુલ્લુ વાતાવરણ અને સકારાત્મક વિચાર તમને મદદરૂપ સાબિત થશે. આજે કરેલી યાત્રા તમને થકાન અપાવશે, પરંતુ આર્થિક રીતે ફાયદાકારક નીવડશે. આજે મજા કરવા માટે દિવસ સારો છે. તમારા જીવનસાથીનો મિજાજ પરેશાન કરી શકે છે. આજે દિવાસ્વપ્ન જોવામાં સમય ન વિતાવશો, તમને એવું લાગશે કે બીજા લોકો તમારી કામ કરી દેશે, પરંતુ તે સાચુ નથી. આજે બધી વસ્તુ તમારા અનુકુળ નહીં થાય તેથી શાંતિપૂર્ણ સ્વભાવ રાખીને તમામ કાર્ય પાર પાડવા.

કર્ક રાશીફળ – આ રાશિના લોકો માટે વ્યસ્ત દિનચર્યા હોવા છતા સ્વાસ્થ્ય સારૂ રહેશે. આર્થિક સ્થિતિ નબળી અને તંગી રહેતા અનેક કામ વચમાં જ અટકી શકે છે. આર્થિક સ્થિતિનો મુદ્દો વધારે ગંભીર ગંભીર બંતા ઘરમાં તણાવભર્યું વાતાવરણ ઊભું થઈ શકે છે. કોઈ પણ કામમાં સહકર્મીઓનો સાથે સારો સહયોગ મળી શકે તેમ છે. આજનો દિવસ બીજા માટે મદદરૂપ થવામાં પસાર કરવો, આ સકારાત્મકતા તમારી ઇમેજ સારી બનાવશે.

સિંહ રાશીફળ – આ રાશિના જાતકો આજે કામ-કાજમાં વ્યસ્ત રહી શકો છો જેના કારણે તમે પરિવારને સમય નહી આપી શકો.કામમાં વ્યસ્ત હોવા છતાં દિવસ દરમિયાન તમારી તબીયતનું ધ્યાન રાખવું. કામકાજમાં કોઈ મોટી ભૂલ થવાની સંભાવના છે તેથી સોશિયલ મીડિયાથી દુર રહેવું. કોઈ વ્યક્તિ તમને ખોટો માર્ગ બતાવી શકે છે, જેનાથી તમને મોટુ નુકશાન થઈ શકે છે. સાંજ બાદ માનસીક તણાવમાં ઘટાડો થશે.

કન્યા રાશીફળ – આ રાશિના જાતકો માટે તબીયત સાથે જોડાયેલા કાર્યક્રમો ફરી શરૂ કરવા માટે આજનો દિવસ શુભ છે. નાણાકીય અસ્થિરતાના કારણે તમે માનસિક તણાવનો ભોગ બની શકો છો. બાળકો માટે જરૂરી યોજના બનાવવી જરૂરી છે. રોમાંસમાં નાના-નાના મતભેદ વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે તેનું ધ્યાન રાખવું . તમારી કોશિશને યોગ્ય દીશા આપો.

તુલા રાશીફળ – ખોટા વિચારો કરવાથી બચવું અને તમારી તમામ ઉર્જા સાર્થક કામ માટે બચાવવી. તમારી મનોકામના દુઆઓના માધ્યમથી પૂર્ણ થશે. જુની મહેનત રંગ લાવી શકે છે. વડીલો તથા સંતોના આશિર્વાદ ફળદાયી નીવડશે. કેટલાક લોકો માટે પાર્ટ ટાઈમ નોકરી સારો વિકલ્પ રહેશે. આજે ઓફિસમાં મહત્વપૂર્ણ કામો પર વધુ ધ્યાન આપવું .

વૃશ્ચિક રાશીફળ – તમારૂ તીખુ વલણ મિત્રો માટે પરેશાની પેદા કરી શકે છે તેથી મિજાજ ઠંડો રાખવો. કામમાં ધીમી પ્રગતિ માનસીક તણાવનું કારણ બની શકે છે. કોઈ સંબંધી-મિત્ર તરફથી સારા સમાચારથી દિવસની શરૂઆત થશે. આજે તમારી ક્ષમતા દેખાડવાનો મોકો મળશે. તમારી કોમ્યુનિકેશન અને કામ કરવાની રીત અસરદાર રહેશે.

ધન રાશીફળ – આ રાશિના લોકોએ માનસિક તણાવથી બચવા માટે આજે ચિંતા કરવાનું ટાળવું. ખર્ચ કરવાથી દુર રહેવુ. માનસીક સ્થિતિ સ્થિર ન હોય ત્યાં સુધી કોઈ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી. અગત્યના કાર્યોમાં પરિવારની મદદ મળી શકે છે.વડીલ તથા પરિવારને વિશ્વાસમાં રાખી યોગ્ય નિર્ણય લેવા. જીવનસાથી સાથે કોઈ ખાસ નવી યોજના બનાવવી.

મકર રાશીફળ – ડર તમારી ખુશીને બરબાદ કરશે. જેથી ડરને શરૂઆતમાં જ તગેડી મુકવો. તમારા ખર્ચાઓ પર કાબુ રાખો. પારિવારીક તણાવને ગંભીરતાથી લો, નહીં તો માનસીક તણાવમાં વધારો થશે. એવા લોકો સાથે હાથ મિલાવો જેની સંગતથી તમારા પર સારી અસર પડે.

કુંભ રાશીફળ – આજના દિવસે આરામ કરવું જરૂરી સાબિત થશે, કેમ કે આજનો દિવસ માનસિક તણાવ ભરેલો રહેશે. અચાનક નવા સ્ત્રોતથી ધન મળી શકે છે, જે તમારા દિવસને ખુશીથી ભરી દેશે. ઘર અને કામનું દબાણ તમને બેચેન બનાવી શકે છે. કોઈ ભાગીદારીવાળા વ્યવસાયમાં જવાથી બચવું, ભાગીદાર તમારો ફાયદો ઉઠાવી શકે છે. જીવનસાથી સાથે સારી રીતે વાતચીત થઈ શકે છે.

મીન રાશીફળ – આજે તમે ખાલી સમયનો આનંદ લઈ શકો છો. દરેક રોકાણને સાવધાનીપૂર્વક અંજામ આપવો, ગેર જરૂરી નુકશાનથી બચવા વિશેષજ્ઞની સલાહ લેવી જરૂરી. તમારા જીવનસાથીની ઉપલબ્ધીના વખાણ કરો, જશ્ન મનાવો. ઉદાર અને ઈમાનદાર બનશો તો તમારા વખાણ થશે. ઓફિસમાં સ્નેહનો માહોલ બનેલો રહેશે. રસ્તા પર બેકાબુ રીતે ગાડી ન ચલાવવી, અથવા સાવધાનીથી ચલાવવી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.