આદતો વિશે એમ કહેવાય છે કે, પહેલા આપણે આદત પાડીએ છીએ, અને પછી આદત આપણને, અહી કહેવાનું તાત્પર્ય એ છે કે દરેક વ્યકિત પોતાની આદતોથી બંધાયેલ છે. પણ અહીં સવાલ એ થાય કેશું આદતોથી મૂકત થઈ શકાય ? પણે તે પહેલા આપણે આદતોનાં પ્રકાર વિશે જાણી લેવું જોઈએ આદતોનાં બે પ્રકાર છે એક સારી અને બીજી ખરાબ સારી આદતોથી વ્યકિતનો પ્રત્યેક ક્ષેત્રમાં વિકાસ થાય છે. અને ખરાબ આદતોથી પતન આજે આપણે દિનચર્યામાં સતત સામેલ એવી એક આદત વિશે વાત કરીશું.
આ આદત છે પાણી પીવાની રીત, એટલે કે વ્યકિત પાણી કેવી રીતે મતલબ ઉભા રહીને પાણી પીવે છે કે નિરાંતે બેસીને ? જો કે અમુક લોકો આ વાતને હળવાશથી લેતા હશે પણ ખરેખર આ આદત અને આના જેવી અન્ય કેટલીક આદતોથી જ આપણને સારા-ખરાબ સ્વાસ્થ્યની ભેંટ મળે છે.
આપણે સૌ જાણીએ છીએ કે શરીરને હેલ્ધી રાખવા માટે પાણી પીવું અત્યંત આવશ્યક છે. પાણી તરસ છીપાવવાની સાથે સાથે શરીરને પોષણ પણ આપે છે. તે શરીરમાં મોજુદ ઝહરીલા તત્વોને બહાર કાઢે છે. એટલે જ તો ડોકટર્સ પણ દિવસમાં ઓછામાં ઓછા આઠ ગ્લાસ પાણી પીવાની સલાહ આપે છે.
પાણી શરીરને સ્વસ્થ રાખવાની સાથે સ્ક્રીન માટે પર લાભદાયી છે. ત્યારે યોગ્ય માત્રામાં પાણી પીવાની સાથે તેને વ્યવસ્થિત રીતે પીવું તે પણ જરૂરી છે. આજકાલ વધુ પડતા લોકો ઉભા રહીને પાણી પીવે છે. આવી રીતે પાણી પીવાથી પાચનક્રિયા કમજોર થવાનો ખતરો રહે છે. તેની સાથે અન્ય બીમારીઓનો પણ ખતરો છે.
ઉભા રહીને પાણી પીવાથી થતું નુકશાન
- ઉભા-ઉભા પાણીપીવાથી બોડીને વ્યવસ્થિત પોષણ નથી મળતું. આ સાથે જ શ્ર્વાસનળી અન્નનળીમાં ઓકિસજન સપ્લાયમાં બાધા પહોચાડે છે અને તેના કારણે ફેફસા અને દિલ બંને પર અસર પડે છે.
- ઉભા રહીને પાણી પીવાથી પેટના નીચેના ભાગ પર દબાણ આવે છે. જેના કારણે પેટની આસપાસનાં અંગોને પણ નુકશાન થાય છે. એવામાં વ્યકિતની ડાયજેસ્ટીવ સિસ્ટમ ખરાબ થાય છે. અને પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ પણ વધે છે.
- ઉભા રહીને પાણી પીવાથી સ્ટ્રેસથી સમસ્યા પણ થાય છે. કારણ કેપાણી સીધુ જ તંત્રિકા તંત્ર પર અસર કરે છે. અને પાણીમાંથી પોષક તત્વો મળવાના બદલે તણાવ વધે છે.
આમ ઉતાવળના કારણે આપણે પાડેલી એક નાનકડી આદતથી થતા નુકશાનની કિંમત આપણે બહુ મોટી ચૂકવવી પડે છે. તેથી પાણી હંમેશા બેસીને શાંતીથક્ષ જ પીવું એ સ્વાસ્થ્ય માટે હિતાવહ છે.