ગ્રેજ્યુએટ કે તેનાથી ઉપરના કોઇપણ અભ્યાસના વિદ્યાર્થીઓ પરિક્ષા આપી શકશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિદ્યાર્થીઓ આઇએએસ/આઇપીએસ બંને અને ઉચ્ચ પદવી હાંસલ કરે તે હેતુથી વર્ષ 2019 થી SU-JIO UPSC BHAV AN શરૂ કરવામાં આવેલ છે. આ SU-JIO UPSC ભવન અંતર્ગત 2019માં 156 વિદ્યાર્થીઓ તેમજ ગત વર્ષે 116 વિદ્યાર્થીઓ યુપીએસીની પ્રિલિમ્સ અને મેઇન્સ પરિક્ષા માટે એનરોલ કરવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિદ્યાર્થીઓને યુપીએસસીનું કોચિંગ મળે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંચાલિત આ ભવનમાં જીયો જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન તરફથી દિલ્હીથી યુપીએસસીના શ્રેષ્ઠ તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. આ સુ-જીયો-યુપીએસસી ભવનનો ઉદેશ્યએ જ છે કે સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિદ્યાર્થીઓ યુપીએસસીની પરિક્ષા પાસ કરી આઇએએસ/આઇપીએસ જેવા શ્રેષ્ઠ હોદ્ાઓ પર પોતાનું સ્થાન અંકિત કરે.
આ કોચિંગ વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ નિશુલ્ક છે એક પણ રૂિ5યાનો ચાર્જ વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવતો નથી. ચાલુ વર્ષ 2021-22 અંતર્ગત નવા ઇચ્છુક વિદ્યાર્થીનાં કોચિંગ માટે એક પ્રવેશ પરિક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. આ પરિક્ષા 200 માર્ક્સની રહેશે. આ પ્રવેશ પરિક્ષા અંતર્ગત ગ્રેજ્યુએટની છેલ્લા વર્ષની પરિક્ષા આપેલ હોય અથવા તો તેનાથી ઉપરના કોઇપણ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ આ પ્રવેશ પરિક્ષા આપી શકે છે. પ્રવેશ પરિક્ષા માટે ફોર્મ ભરવાની છેલ્લી તા.10/6 તથા પરિક્ષા તા.17/6ના રોજ લેવાશે તેમજ જુલાઇથી માસથી ક્લાસ શરૂ થશે.આ માટે ઓનલાઇન ફોર્મની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
જે સુ-જીયો-યુપીએસસી ભવનની વેબસાઇટ https://sujioupsc.in પર મુકવામાં આવેલ છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ ગ્રેજ્યુએટની છેલ્લા વર્ષની પરિક્ષા આપેલ હોઇ અથવા તેનાથી ઉપરના કોઇ પણ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓને ફૂલ ટાઇમ કોચિંગ મેળવવા પ્રવેશ મેળવવાની ઇચ્છા હોય તો આ લીંક પર જઇને પોતાનું એડમિશન ફોર્મ ભરી શકે છે.
આ સુ-જીયો-યુપીએસી ભવનને સફળ બનવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માન.કુલપતિ ડો.નિતીનભાઇ પેથાણી, ઉપકુલપતિ ડો.વિજયભાઇ દેસાણી, સિન્ડીકેટ સભ્ય અને કો ઓર્ડીનેટર ડો.મેહુલભાઇ રૂપાણી, કો-કો.ઓર્ડીનેટર નીલેશભાઇ સોની, કો.કો.ઓર્ડીનેટર ડો.નિકેશભાઇ શાહ, દિલ્હીથી જીઓનાં સંજયભાઇ સંખલેચા, રાજકોટ જીયોના ચેરમેન ચંદ્રકાંતભાઇ શેઠ અને ગુજરાતના જીયોના પ્રેસીડેન્ટ રાજુભાઇ શાહ વગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે અને તેમના જ સઘન પ્રયત્નોથી આ સુ-જીયો-યુપીએસસી ભવન ખૂબ જ સારી રીતે કાર્યરત છે.