કોરોનાની બીજી લહેર ખુબ કપરી સાબિત થઈ છે. તેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. મોરબી જિલ્લાના માળીયાના ખાખરેચી ગામે કોરોનામાં જીવ ગુમાવનાર લોકો માટે એક અદભુત પ્રવુતિ હાથ ધરવામાં આવી છે. ખાખરેચી ગામે ઉદય ગ્રુપ દ્વારા સ્મૃતિ વંદના અંતર્ગત વૃક્ષારોપણ સ્વજનની સ્મૃતિમાં વૃક્ષ વાવી ઉછેર કરવા સંકલ્પ કર્યો છે.
માળીયાના ઉદય ગ્રુપ દ્વારા સ્મૃતિ વંદના અંતર્ગત વડીલોની સ્મૃતિમાં વૃક્ષ વાવવા અને ઉછેરવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કોરોના મહામારીમાં મૃત્યુ પામનાર વડીલોની યાદમાં ખાખરેચી ગામે વૃક્ષારોપણ કરાયું હતું.
મૃત્યુ પામનાર લોકોની યાદમાં ધરતીમાના ખોળે નાના છોડવાને વાવી તેનો ઉછેર કરી સારુ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્ય સૌના સાથ અને સહકાર સાથે પુરજોશમાં ચાલુ છે.
વૃક્ષ ઉછેર માટે સૌના સાથ અને સહકારની અપેક્ષા રાખી વ્હાલસોયા સ્વજનની યાદમાં એક વૃક્ષ ઉછેરીએ અને બંજર બનતી ધરતીમાતાને લીલીછમ બનાવીએ. આ કાર્ય કરવાથી આવનારી પેઢીને ગ્લોબલ વૉર્મિંગની સમસ્યા સામે રક્ષણ મળશે.
ઉદય ગ્રુપ દ્વારા હાથધરવામાં આવેલું વૃક્ષારોપણ અભિયાન દ્વારા જે રોપાએ ભવિષ્યમાં એક ઘટાદાર વૃક્ષ બનશે, તેનાથી આપણી આવનારી પેઢીને પ્રાણવાયુ માટે તરફડવું ના પડે. આ કારણને ધ્યાનમાં રાખીને કોરોનામાં ગુમાવેલા લોકોની યાદમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
ફોટોમાં તમે જોઈ શકો છો કે લોકો એક અનોખા ઉત્સાહ સાથે આ કામમાં લાગી ગયા છે. જેમાં દરેક વય જૂથમાં લોકો સામેલ થયા છે. રોપાને વાવવાથીજ કામ પૂરું નથી થતું, તેનો ઉછેર અને રક્ષણ પણ એક મહત્વની બાબત છે. અને તે બાબતનું યોગ્ય કાર્ય પણ કરવામાં આવ્યું છે.
રોપવામાં આવેલા રોપાને કોઈ પ્રાણી નુકસાન ના પોંહચાડે તેના માટે પાંજરાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કરીને કોઈ જાતનું નુકસાન થયા વગર અને વ્યવસ્થિત રીતે તેનો ઉછેર થઈ શકે. આ કાર્યની નોંધ હકીકતમાં બધા લોકોએ લેવી જોયે, જેથી કરીને વૃક્ષનો વ્યાપ વધે અને બંજર જમીનો પર હરિયાળી લહેરાય.