કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગ મંચ’ શ્રેણી
કાલે ટીવી ધારાવાહિક-નાટકો અને ગુજરાતી-હિન્દી ફિલ્મોના જાણીતા કલાકાર ટીકુ તલસાણીયા લાઈવ આવશે
‘અબતક’ સોશિયલ મીડિયાનાં ફેસબુક પેઈજ ઉપર દરરોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું લાઈવ પ્રસારણ માણી શકશો
કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગ મંચ’ શ્રેણી છેલ્લા દોઢ માસથી નિયમિત દરરોજ સાંજે 6 વાગે ફેસબુક પેઈજ પર લાઈવ આવી રહી છે. આ શ્રેણીમાં દેશ વિદેશના ખૂણે ખૂણેથી કલા રસીકો જોડાય રહ્યા છે. નાટકો ટીવી શ્રેણી અને ગુજરાતી હિન્દી ફિલ્મોનાં જાણીતા કલાકારો લાઈવ આવીને દર્શકો સાથે પોતાના અનુભવો શેર કરે છે. સાથે પ્રશ્ર્નોના જવાબો પણ આપે છે.
ગુજરાતી રંગભૂમિ પર બેકસ્ટેજથી શરૂઆત કરીને આજે એક સફળ અભિનેત્રી તરીકે ઓળખાણ બનાવેલ સુચિતા ત્રિવેદી ગઈકાલે કોકોનટ થીયેટર પ્રસ્તુત ચાય વાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન- 3 નાં મહેમાન બન્યા. પ્રફેશનલ કલાકાર તરીકે એમના વિષય How to be a Professional Actorએ વિષય પર વાત કરતા એમણે જણાવ્યું કે તમે રંગભૂમિ પર કલાકાર તરીકે તૈયારી કરો ત્યારે બને એટલી વધુ વખત સ્ક્રીપ્ટ વાંચવી જોઈએ. અને માત્ર પોતાનું જ પત્ર નહિ દરેકે દરેક પાત્રો વાંચવા જોઈએ આખી સ્ક્રીપ્ટની દરેક લાઈનો મોઢે હોવી જોઈએ. પણ એ હું આમ જ બોલીશ કે આમાં જ અભીનય કરીશ એ નક્કી ન કરી શકાય. કેમકે સ્ટેજ પર રિહર્સલ દરમ્યાન ઘણું બધું બદલાય છે. માટે પાત્રનાં પ્રેમમાં પડી તમે તમારી રીતે તૈયારી ન કરી શકો. એ માટે માત્ર દિગ્દર્શકને જ ફોલો કરાય. દરેક પાત્ર એનર્જી સાથે કરવું પડે. અમુક જગ્યાએ તમે કલાકારો સાથે પરિવારનાં સભ્યની જેમ કામ કરો અને ક્યાંક પ્રોફેશનલ બની તમારું કામ કરી નીકળી જાવ. એક કલાકાર તરીકે તમારે તમારી આસપાસના વાતાવરણને ઓળખી તમારી જાતને ઢાળવી પડે છે. સુચિતાજી એ બીજી એક સરસ વાત કરી સમયની. કે કલાકારે હમેશા સમયની કદર કરવી જોઈએ. દરેક જગ્યાએ સમય કરતા અડધો કલાક વહેલા પહોચી જવું જોઈએ. તમારી સ્ક્રીપ્ટ, ડાયલોગ્સ અને મેકઅપ સાથે રેડી રહેવું જોઈએ, સેટ પરના લોકો ત્યાંના વાતાવરણ સાથે ભળવું જોઈએ. આવા સમયે તમે જ તમારા દિગ્દર્શક હો છો.
કલાકારે હમેશાં ડાઉન તું અર્થ રહેવું સફળતા મગજમાં ન ચઢવી જોઈએ અને નિષ્ફળતા મનમાં ઘર ન કરી જવી જોઈએ. એ તો આવે ને જાય. એનાથી જાત પર અસર ન થવી જોઈએ. હમેશાં પરિવાર, મિત્રો સાથે રહેવું. જે હમેશાં આપણને સાચી સલાહ આપે.
આ સિવાય પણ ઘણી જાણવા અને સમજવા જેવી વાતો સુચિતાજી એ કોકોનટ ફેસબુકના માધ્યમથી લોકોને કરી. અમે એમના પ્રશ્નોનાં જવાબ આપ્યા જે આપ સૌ કોકોનટ ફેસબુકના પેજ ઉપર જોઈ શકશો, તમે ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને જોવા અને સાંભળવા માંગતા હો તો કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6;00 વાગ્યે લાઈવ જોઈ શકો છે. આવનારા મહેમાનોમાં ટીકુ તલસાણીયા, દર્શન જરીવાલા, રાજેશ જોશી, ઉમેશ શુક્લા મીનળ પટેલ, સિતાંશુ યશશ્ચંદ્ર જેવા રંગભૂમિનાં પ્રખ્યાત મહેમાનોને લાઈવ જોઈ શકશો.તો આજે જ કોકોનટ થિયેટર અને ‘અબતક’નાં ફેસબુક પેજ ને લાઈક એન્ડ ફોલો અને મળો તમારા મનગમતા કલાકારોને.
આજે ટીવી ધારાવાહિક-નાટકો અને ફિલ્મોની જાણિતી અભિનેત્રી વંદના પાઠક
ગુજરાતી ફિલ્મો-ટીવી શ્રેણી અને નાટકો હિન્દી ફિલ્મોનાં જાણીતી અભિનેત્રી વંદનાપાઠક આજે કોકોનટ થિયેટર અને અબતકના સોશિયલ મીડિયાના પેઈજ પર 6 વાગે લાઈવ આવીને નાટક-ફિલ્મો અલગ અલગ હાવ-ભાવનું મહત્વ વિશે તથા પોતાની કેરીયર વિષયક ચર્ચા અનુભવો શેર કરશે. વંદના પાઠકે રંગ ભૂમિ પર યાદગાર નાટકો આપ્યા છે. તો ‘સપનાના વાવેતર’ અને ‘ખીચડી’ જેવી યાદગાર સિરીયલો તેમના અભિનય થકી સફળ કરી હતી. પારિવારિક નાટકો-ફિલ્મો અને ટીવી શ્રેણીમાં તેમનો અભિનય નીખરી ઉઠે છે. આજે આ કાર્યક્રમ કલા રસીકોએ ચૂકવા જેવો નથી. વંદના પાઠકના સુપર ડુપર હોટ નાટકો આજે પણ નાટ્ય પ્રેમી દર્શકો યાદ કરે છે.