આધુનિક વિશ્ર્વની ડિજીટલ ક્રાંતિના આ બદલાઈ રહેલા યુગમાં બાવન પત્તાની રમત અને જુગાર, સટ્ટાએ પણ ઓનલાઈન ધાક જમાવવાનું શરૂ કર્યું છે. જુગાર, સટ્ટા અને કેશીનો રેસકોર્સની પ્રવૃતિઓના વધી રહેલા ઓનલાઈન ચલણને કાબુમાં લેવા માટે તંત્રની કેટલીક મર્યાદાઓને લઈને ઓનલાઈન જુગારના નિયંત્રણની મર્યાદા માટે હવે આવશ્યક વ્યવસ્થાની જરૂરીયાત ઉભી થઈ છે.

ઓનલાઈન જુગારની બદીને કાબુમાં લેવાની હિમાયત અને આવશ્યકતાઓ પર વિચારણા થઈ રહી છે પરંતુ હજુ તે નક્કર પ્રથાનો અમલ થયો નથી ત્યારે ઓનલાઈન જુગારની આ બદીને નાથવા માટેની મર્યાદાના કારણે ઓનલાઈન જુગારની બદી અને કેશીનો કલ્ચરનું દુષણ ફેલાતું જાય છે.

ઓનલાઈન જુગાર અને બેનંબરી ટ્રાન્જેકશનથી નાણાકીય ગેરરીતિ અને મોટાપાયે કરચોરીની આર્થિક વિસંગત પરિસ્થિતિનો ઉકેલ લાવવા માટે ઓનલાઈન જુગારના દુષણને કાયમી ધોરણે કાબુમાં લેવા માટે એક વિશિષ્ટ રણનીતિની આવશ્યકતા ઉભી થઈ છે. હાલ દિન-પ્રતિદિન ઓનલાઈન જુગારનું ચલણ વધતું જાય છે. ઓનલાઈન ગેમિંગ, કેશીનો અને જુગારની પ્રવૃતિ પર નિયંત્રણની કોઈ વ્યવસ્થા ન હોવાથી લાંબાગાળે નુકશાનકારક આ પરિમાણને કાબુમાં લેવા માટેની વિચારણાના અમલની તૈયારીઓ થઈ રહી છે.

સરકાર માટે ઓનલાઈન જુગારની પ્રવૃતિ કાયદા અને મહેસુલી આવક માટે પડકારરૂપ બની રહ્યું છે. વિશ્ર્વના ઘણા દેશોમાં ઓનલાઈન અને ડિજીટલ ડાઈસ એટલે કે જુગાર અને કેશીનો કલ્ચરને કાયદેસરની માન્યતા આપવામાં આવી છે. સરકારી મહેસુલની આવકમાં અનેકગણો વધારો કરવા માટે નિમીત બનતી ઓનલાઈન જુગારની પ્રવૃતિને કાયદેસરતા માટે ભારતમાં પણ ઘણા લાંબા સમયથી પ્રબુદ્ધ માંગ ઉઠવા પામી છે.

વિશ્ર્વના ઘણા એવા દેશો છે કે જ્યાં લોટરી, સટ્ટા, ઓનલાઈન જુગાર અને રેસીંગને મનોરંજનના પરિપેક્ષ્યમાં એમ્યુઝમેન્ટ એમેન્ડમેન્ટ એકટ હેઠળ મંજૂરી આપવામાં આવી છે. ભારતમાં પણ છેલ્લા કેટલાંક સમયથી ઓનલાઈન જુગાર, ગેમિંગ અને ક્રિકેટ સટ્ટાની બિનકાયદેસર પ્રવૃતિઓમાં ઉછાળો આવ્યો છે. ઓનલાઈન થતી આવી પ્રવૃતિ પર નિયંત્રણ અને દેખરેખની કોઈ જોગવાઈ અને વ્યવસ્થા ન હોવાથી આવી પ્રવૃતિઓ કરવા માટે મોકળા મેદાન જેવી સ્થિતિનું સર્જન થયું છે.

ઓનલાઈન જુગાર અને રેસકોર્સ જેવી પ્રવૃતિને કાયદેસરની માન્યતા આપવામાં આવે તો સરકારની રેવન્યુ મહેકમ તો વધે જ સાથે સાથે પ્રવૃતિને ગેરકાયદેસર રીતે ચલાવી અસમાજીક પ્રવૃતિને વેગ આપતા તત્ત્વો પર લગામ આવે. ગુજરાતમાં જ ઓનલાઈન જુગાર, કેશીનો, રેસકોર્સને માન્યતા આપવાની દિશામાં વિચારણા શરૂ થઈ છે. 7 સભ્યની કમીટીએ 6 મહિનામાં આ અંગે નિર્ણય લેવાનો છે. ઓનલાઈન જુગાર, કેશિનો, રેસકોર્સને કાયદેસર કરી ટેકસના દાયરામાં સમાવેશ કરવામાં આવે તો ગેરકાનૂની રીતે ધમધમતી આ પ્રવૃતિ પર નિયંત્રણ આવે. અત્યારે ઓનલાઈનની જુગારની પ્રવૃતિ પર નિયંત્રણની કોઈ વ્યવસ્થા જ ન હોવાથી તેનો વ્યાપક પ્રમારમાં ગેરલાભ ઉઠાવાય છે. આ દુષણને ડામવા માટે તંત્રની મર્યાદાને દૂર કરવાથી ઓનલાઈન જુગારની બદી આપો આપ કાબુમાં આવી જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.