શહેરમાં તમામ વિસ્તારોમાં સુવિધાઓ મળે અને સત્વરે મળે તેવા મારા પ્રયત્નો રહેશે: ભાનુબેન સોરાણી
જ્યાં જરૂર પડશે ત્યાં સરકાર અને સરકારી અધિકારીઓ સામે પ્રજાહિતમાં જે કાઈપણ કરવું પડશે તે કરીશ:વિપક્ષી નેતા
વોર્ડ.નં.૧૫ માંથી કોંગ્રેસ તરફથી ચૂંટાયેલા ભાનુબેન પ્રવીણભાઈ સોરાણીએ આજે મહાપાલિકાના ૧૨મા વિરોધ પક્ષના નેતા તરીકે ચાર્જ સંભાળ્યો છે. તેમજ ભાનુબેન સોરાણી દ્વિતીય મહિલા વિરોધ પક્ષના નેતા બન્યા છે.
કોળી સમાજને પ્રથમ વખત વિરોધપક્ષના નેતાનું પદ મળ્યું છે ત્યારે ભાનુબેન સોરાણી લોકોના પ્રશ્નો ઉકેલવા અને લોક ઉપયોગી કાર્યો માટે હરહંમેશ કાર્યરત રહેશે. તેવો પ્રજાજનોને કોલ આપ્યો છે.જરૂર પડ્યે સરકાર અને સરકારી અધિકારીઓ સામે પ્રજાહિત માટે જે કરવું પડશે તે કરીશ તેવું તેમને ઉમેર્યું હતું.
આજે અશોકભાઈ ડાંગર, પ્રદીપભાઈ ત્રિવેદી, મહેશભાઈ રાજપૂત, ડૉ. હેમાંગભાઈ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી, નીદતભાઈ બારોટ, ધરમભાઇ કામલીયા, દિનેશભાઈ મકવાણા, ભીખાભાઈ ગજેરા, પૂર્વ ડે.મેયર મોહનભાઈ સોજીત્રા, પૂર્વ વિરોધપક્ષ નેતા પ્રવીણભાઈ રાઠોડ, અતુલભાઈ રાજાણી, પુર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર, દિલીપભાઈ આસવાણી, વલ્લભભાઈ પરસાણા, જયાબેન ટાંક,
શહેર કોંગ્રેસ આગવેનો અને ફ્રન્ટલ ચેરમેન ઉપરાંત મનીષાબા વાળા, યુનુસભાઈ જુનેજા, રણજીતભાઈ મુંધવા, રાજેશભાઈ આમરણીયા, વાસુભાઇ ભંભાણી, નારણભાઈ હીરપરા, તુષારભાઈ નંદાણી, અરવિંદભાઈ ભેસાણીયા, જીતેન્દ્રભાઈ રૈયાણી, રાજેશભાઈ કિયાળા, વિજયસિંહ જાડેજા, ભાવેશભાઈ પટેલ, શૈલેષભાઈ ટાંક, વિક્રમભાઈ ડાંગર, ફકીરાભાઈ, લલીતભાઈ પરમાર, પાચાભાઈ પટેલ સહિતના કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી નવા વરાયેલા વિરોધ પક્ષના નેતા શ્રીમતિ ભાનુબેન સોરાણીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.