વિશ્વમાં કોવિડ19ની પહેલી રસી લઈને વિશ્વમાં ઇતિહાસ રચનાર વિલિયમ શેક્સપિયરનું નિધન થયું છે. દુનિયાને અલવિદા કહેનાર વિલિયમ સેક્સપિયરે ગયા વર્ષે 8 ડિસમ્બરના રોજ યુનિવર્સિટી હોસ્પિટલ કોવેદ્રી ખાતે રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.
વિલિયમ સેક્સપિયરે ફાઈઝરની રસી લીધી હતી. પ્રથમ રસી લઈ તેઓ વિશ્વ ભરના મીડિયા જગતમાં ટીવી ચેનલોમાં, સમાચારો પત્રકોમાં તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છવાઈ ગયા હતા. તેઓ વારવિકશાયરમાં કોરોના વાયરસ ખિલાફ લડનારા પહેલા વ્યક્તિ બની કોરોના કવચ ધારણ કરનાર પ્રથમ વ્યક્તિ બન્યા હતા. આ બાદ તરત જ માર્ગેન્ટા કેંનને રસીનો ડોઝ લીધો હતો.
જણાવી દઈએ કે, વિલિયમ શેક્સપિયર 81 વયના હતા. જે બ્રાઉનશિલ ગ્રીનમાં રહેતા હતા, તેમણે રસીનો પ્રથમ ડોઝ લીધો તે સમયે તેઓ હોસ્પિટલના ફ્રેક્ટી વોર્ડમાં એક દર્દી હતા અને રસી મેળવનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ બની તેમણે કહ્યું હતું કે આ ક્ષણ મારી માટે “અદ્ભુત” છે. તેમની પત્ની જોય તેમના બે પુખ્ત પુત્રો અને પૌત્રો જોડે રહેતા હતાં. તેમની પત્નીએ કહ્યું કે તેઓ રસી માટે લોકોમાં જાગૃકતા ફેલાવવા માટે પ્રયત્નશીલ રહેતા અને આથી જ તેઓએ પ્રથમ રસી લઈ લોકોને પ્રોત્સાહિત કરેલા.