આજથી લાગુ થતા નવા આઇટી નિયમોની અમલવારી માટે અમે કટ્ટીબધ્ધ: પ્લેટફોર્મ બંધ થવાની ચર્ચાએ જોર પકડતા ફફડાયેલા ફેસબૂકનું નિવેદન!!
સોશિયલ મીડિયાના વાઈરલ “વાયરસ” નિયંત્રિત કરવા સરકારે ત્રણ માસ અગાઉ નવા આઈટી નિયમો જારી કર્યા હતા. જે આજથી દેશભરમાં લાગુ થઈ ગયા છે. ગત 25 ફેબ્રુઆરીના રોજ માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ફેસબુક, ટ્વિટર, યુ ટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ સહિતના 50 લાખથી વધુ યૂઝર્સ ધરાવતા દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે નવા દિશા નિર્દેશ જારી કર્યા હતા. જે માટે તૈયાર થઈ લાગુ કરવા સોશિયલ મીડિયા જયન્ટસને સરકાર તરફથી 3 માસનો સમય આપવામાં આવ્યો હતો. જે ગઈકાલે પુર્ણ થતા હવે આજથી લાગુ કરવાનો સમય પાકી ગયો છે. પરંતુ ગઈકાલ સુધી ફેસબુક, ટ્વિટર, યૂટ્યૂબ અને ઈન્સ્ટાગ્રામ જેવી કંપનીઓ બિન્દાસ હોય અથવા સરકારના નિર્દેશને અવગણી બેવકૂફી કરી રહી હોય તેમ કોઈ પગલાં ભર્યા ન હતા. પરંતુ સરકારે “લાલ આંખ” કરતાં ઊંટ રૂપી સોશિયલ મીડિયા પહાડ રૂપી નવા નિયમો હેઠળ આવી ગઈ છે. એટલે કે સરકારે સખત પગલાં લેવાના નિર્દેશ આપતા સોશિયલ મીડિયા જાયન્ટ્સએ ઝુકવું પડ્યુ છે અને નવા નિયમોની અમલવારી માટે કટિબદ્ધતા દાખવી છે.
બાકી હતું તો હવે સોશ્યલ મીડિયાને લઇ રાજકારણ ગરમાયું… ટ્વિટર સમક્ષ કોંગ્રેસે કરી કઈક આવી માંગ
ઉલ્લેખનીય છે કે ગઈકાલના રોજ નવા નિયમોની અમલવારી માટેની ડેડલાઈન પૂર્ણ થતા એવી ચર્ચા વાયુવેગે પ્રસરી હતી કે ભારતમાં હવે ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ તેમજ યૂટ્યૂબ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બંધ થઈ જશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બંધ થવાની ચર્ચા વચ્ચે ફેસબુક દ્વારા ગઈકાલના રોજ એક મોટું નિવેદન આપવામાં આવ્યું. ફેસબુકે કહ્યું કે તે આઇટી નિયમોની જોગવાઈઓનું પાલન કરશે. ઉપરાંત કેટલાક મુદ્દાઓ પર સરકાર સાથે વાતચીત ચાલી રહી છે. અમારું લક્ષ્ય આઇટી નિયમોની જોગવાઈઓનું પાલન કરવાનું છે. તેના અમલીકરણ તરફ અમે કામ કરી જ રહ્યા છીએ.
શું છે નવા નિયમો??
- સોશિયલ મીડિયા પ્લેટફોર્મએ ફરજીયાત ભારતમાં નોડલ ઓફિસરની નિમણુંક કરવી
- રેસિડેન્ટ ગ્રીવ્સ ઓફિસરની નિમણુંક કરવી જે ભારતમાં સ્થિત હશે
- સ્ત્રીના સન્માનને હાનિ પહોંચાડતા ક્ધટેન્ટ 24 કલાકમાં હટાવી દેવાના રહેશે
- કોઈ પણ ફરિયાદોનું 15 દિવસમાં નિવારણ કરવું પડશે
- સરકારને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે માસિક રિપોર્ટ જારી કરવો પડશે
- રિપોર્ટમાં ફરિયાદો અને તેના કારણો, નિવારણ વિશેની માહિતી આપવી પડશે
- ફિઝિકલ એડ્રેસ જે કંપનીની મોબાઇલ એપ્લિકેશન અને વેબસાઇટ પર નોંધાયેલ હોવું જોઈએ
ગુગલના પ્રવક્તાએ કહ્યું કે, હાલ ઘણી કંપનીઓ ગેરકાયદે સામગ્રીનો સામનો કરી રહી છે, જેને રોકવા નિયમો જરૂરી છે અને આના પાલન માંટે અમે કામ કરી રહ્યા છીએ. અમને ખ્યાલ છે કે અમારા પ્લેટફોર્મને સુરક્ષિત રાખવાનુ, અમારા અભિગમોને સુધારવાનું ચાલુ રાખીશું, અને અમારી પારદર્શક નીતિઓનો વિકાસ કરીશુ. ઉલ્લેખનીય છે કે નવી નીતિથી સોશિયલ મીડિયા વચેટિયાઓ એટલે કે જેઓ રગડ ધગડ ચલાવે છે દુષણ ફેલાવે છે એવા પ્લેટફોર્મ પર રોક લાગશે. નિયમોનું પાલન ન કરવાના પરિણામે આ સોશિયલ મીડિયા કંપનીઓ તેમની મધ્યસ્થી સ્થિતિ ગુમાવી દેશે જે તેમને તૃતીય-પક્ષની માહિતી અને તેમના દ્વારા હોસ્ટ કરેલા ડેટા માટે જવાબદાર ગણાવશે.
શું whatsapp બંધ થઇ જશે ? કંપની દ્વારા લેવાયો આવો નિર્ણય, જાણો સમગ્ર મામલો
જણાવી દઈએ કે સરકારી માહિતી અનુસાર વોટ્સએપના 53 કરોડ, યુટ્યુબ પર 44.8 મિલિયન અને ફેસબુકના 41 કરોડ યુઝર્સ છે. એ જ રીતે, ઇન્સ્ટાગ્રામમાં 21 કરોડ છે, 1.75 કરોડ ટ્વિટર એકાઉન્ટ ધારકો છે. કુ એપ્લિકેશનમાં 6 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ છે.