અત્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે. આ મહામારી દરમિયાન જો કોઈ દર્દી વધુ ગંભીર હાલતમાં હોય તો તેને રેમડેસિવિર ઇનજેકશન આપવામાં આવે છે. ત્યારે રાજ્યમાં રેમડેસિવિરની કાળાબજારીના કેસ વધ્યા હતા. આ કાળાબજારના કારણે વેરાવળમાં કોરોના પીડિત દર્દીઓનું ખુબ જ મોટા પ્રમાણમાં આર્થિક શોષણ થઇ રહ્યું હોવાના આક્ષેપ સાથે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ એન્ડ નોટરી તેમજ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અગ્રણી ઉષાબેન કુસકીયાએ વેરાવળ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.
ઉષાબેન કુસકીયાની આગેવાની હેઠળ મહિલા અગ્રણીઓ વનીતાબેન આર. ચૌહાણ, પ્રવિણાબેન એ. લશ્કરી, જ્યોતિબેન વી. ગૌસ્વામી સહિતના મહિલા આગેવાનોએ રજૂઆતમાં જણાવ્યુ છે કે પોલીસે આ દિશામાં તટસ્થ તપાસ કરી કાળા બજારીયાઓ ઉપર પાસાના કાયદાનો ઉપયોગ કરવામાં આવે. આ તકે વધુમાં જણાવેલ કે કાળાબજારી કરી લોકોની જિંદગી સાથે ખિલવાડ કરવો એ મોટો ગુન્હો છે પરંતુ આવા કેસમાં અમુક કલમો હેઠળ જામીન મળી જતા હોય છે જેથી આવા કૃત્યો કરનારાઓમાં કોઈ જ ડર રહ્યો નથી અને ખુલ્લે આમ કાળાબજારી કરી રહ્યા છે જેને રોકવા જરૂરી બન્યા છે.આથી આવા પગલાં ભરાય તો કાળાબજારીઓને પાસા હેઠળ સજા ફટકારાય તો રેમડેસીવીરની રામાયણનો સંપૂર્ણપણે અંત નિશ્ચિત છે.
આવેદનપત્રમાં જણાવતા કહ્યું કે કોરોનની બીજી લહેરમાં ઓક્સિજનની અછતે લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે આજે આ એક એવું ઉત્પાદન બની ગયું છે જેને હાંસલ કરવા માટે દર્દીઓને હોસ્પિટલએ જહેમત કરી રહ્યા છે. આ મામલે ન્યાયાલયોએ પણ દખલ કરવી પડી છે. આથી દેશમાં મેડિકલ ઓક્સીજનના પુરવઠામાં એક મોટો હિસ્સો ખાનગી ક્ષેત્રથી આવે છે તેથી જો સરકાર ખાનગી ક્ષેત્રની ગેસ કંપનીઓની ક્ષમતાનો પૂરતો લાભ લેવા માંગતી હોય તો તેમને આર્થિક પેકેજ કે સહયોગ પ્રદાન કરીને પ્રોત્સાહિત કરી શકાય તેમ છે.
રજૂઆતના મુદ્દા
- રેમડેસીવીર ઈન્જેકશન કિંમત માત્ર 500 થી 1000/- રૂ. જેવી છે જેની કાળાબજારી કરી 25, 30, 40, 50 હજાર જેવી મોટી રકમો વસૂલીને કાળાબજારી કરવામાં આવે છે તેમજ બજારમાં પણ નકલી રેમડેસીવીર ઇન્જેક્શનો બનાવીને પણ મોટી રકમ વસૂલી લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે
- તેમજ પ્રાઇવેટ હોસ્પિટલોને પણ કોવીડ હોસ્પિટલો બનાવવામાં આવી છે જેમાં પણ બેડના ચાર્જ પણ ત્રણ ગણા કરી દેવામાં આવેલ છે અને મોટી રકમ આપનારને જ બેડ મળે છે
3.તેમજ સરકાર પાસે એવી માંગણી છે કે સરકારી હોસ્પિટલોમાં તો ઓક્સીજન મળે છે પરંતુ પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ ઓક્સીજન પૂરો પાડવામાં આવે.
4.તેમજ કોરોના વેકસિન પણ ઓછી માત્રામાં આવે છે તે પુરી માત્રામાં મળે જેથી કોરોના કેશમાં ઘટાડો થાય.
5. તેમજ વેન્ટિલેટરની સંખ્યા પણ વધાવવામાં આવે છે ઘણી વાર બેડ હોય ઓક્સીજન પણ વેન્ટિલેટરની કમીના કારણે વધારે પ્રમાણમાં લોકો મારી રહ્યા છે.
6. જેથી કોરોનાના કાળમાં જિંદગીના જંગ સાથે માનવતાના મૂલ્યોને કમજોર કરનારા આવા વિઘટનકારી તત્વોથી બચાવવા કડક કાયદાઓ જરૂરી છે.