કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગ મંચ’ શ્રેણી
‘અબતક’ સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ પર માણો રોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું લાઈવ પ્રસારણ
કાલે જાણિતી અભિનેત્રી વંદના પાઠક અને ગુરૂવારે જાણિતા કલાકાર ટીકુ તલસાણીયા લાઈવ આવશે
અબતક,અરૂણ દવે: કોકોપનટ થિયેટણ પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણીમાં દરરોજ સાંજે ટીવી ફિલ્મો-નાટકોનાં જાણીતા કલાકારો લાઈવ આવીને વિવિધ વિષયો ઉપર પોતાની ાત-વિચારોને અનુભવો દર્શકો સમક્ષ શેર કરે છે. ખૂબજ જાણીતા કલાકારોને લાઈવ જોવાનો લ્હાવો કલા રસીકો માણી રહ્યા છે.
ગઈકાલે ગુજરાતી રંગભૂમિ પર નિર્માત્રી અને અભિનેત્રી તરીકે પ્રસિદ્ધ એવા શિક્ષક અને કલાકાર ડોકટર અમી ત્રિવેદી વોરા કોકોનટ થિયેટરના ચાય વાય એન્ડ રંગ મંચ ગુજરાતી તખ્તાને સંગ મા મહેમાન તરીકે પધાર્યા હતા. ટીચિંગ એન્ડ એક્ટિંગ આ વિષય પર મૂળ એવા શિક્ષક તરીકે અમી બેને જણાવ્યું કે નાટક અને ટીચિંગ બંને જો પ્રોફેશન તરીકે લઈએ તો બન્નેમાં કોમ્યુનિકેશન હોવું બહુ જરૂરી છે. ઉદાહરણ આપતા કહ્યું કે પરદેશમાં ટીચિંગ કોચિંગ પ્રોગ્રામમાં ડ્રામાં પણ ભણાવાય છે, કારણ એક સારો કલાકાર સારો શિક્ષક હોવો જોઈએ. લગભગ દરેક સારો શિક્ષક કલાકાર સાથે સંકળાયેલ હોય છે. ગુજરાતમાં શિક્ષકો બાળકોના ભણતરમાં સંગીત, કલા જેવા વિવિધ માધ્યમનો ઉપયોગ કરે છે. એક કલાકાર તરીકે અમીબેન ને રંગમંચનો બહોળો અનુભવ છે અને એમની વાતો જાણે શિક્ષક વિદ્યાર્થીને સમજાવી રહ્યા હોય એવી હતી. શિક્ષક એમના શિષ્યો માટે એક કલાકાર હોય છે. અને શિષ્યો એમનાં પ્રેક્ષક. તેવી જ રીતે એક કલાકાર નાટકમાં કોઈ પાત્ર ભજવે અને એ પાત્ર પ્રેક્ષક સુધી ન પહોંચે તો એ કલાકાર કેટલો સફળ કલાકાર કહેવાય ? કલાકારે સ્ટેજ પર અને શિક્ષકે ક્લાસ રૂમમાં પોતાનાં રોલમાં ઇનવોલ્વ થવું પડે.
શિક્ષક તરીકે એને વિદ્યાર્થીની બધી જ વાતો જાણવી જરૂરી છે. તો જ એ વિદ્યાર્થી સુધી પહોંચી શકે. એવું જ કલાકારનું છે. પ્રેક્ષકને શું ગમે છે ? સાથી કલાકાર સાથેના રિએક્શન, એમને શું જોઈએ છે એની જાણ હોય તો જ કલાકાર અને પ્રેક્ષક વચ્ચે સેતુ બંધાય. નાટક એક પ્રયોગ છે. સ્ટેજ પર અને ક્લાસરૂમમાં ટીચર કે કલાકારની એન્ટ્રી એક્ઝિટ પર ઘણું બદલાય છે. એનાં પરથી શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સેતુ સમજાય છે. કલાકાર અને પ્રેક્ષક વચ્ચેનો સબંધ ખબર પડે છે. કલાકારની પોતાના પાત્ર પર કમાન્ડ હોવી જોઈએ કે હું સ્ટેજ પર હોઉં ત્યારે પ્રેક્ષક મને જ જુએ. કલાકાર અને ટીચર બન્ને મિરર એક્સરસાઇઝ કરતા હોય છે. જેનાથી પોતાની જ વાતોના રિએક્શન જોવા મળે છે. ઘણીવાર આપણે તૈયાર ન હોઈએ એવી પરિસ્થિતિને સંભાળવા આવી એક્સરસાઇઝ કામ લાગે છે.
આ સિવાય પણ ઘણી જાણવા અને સમજવા જેવી વાતો અમી બેને કોકોનટ ફેસબુકના માધ્યમથી લોકોને કરી. અમે એમના પ્રશ્નોનાં જવાબ આપ્યા જે આપ સૌ કોકોનટ ફેસબુકના પેજ ઉપર જોઈ શકશો, તમે જો ડો. અમી ત્રિવેદી વોરા અને બીજા ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને જોવા અને સાંભળવા માંગતા હો તો કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6;00 વાગ્યે લાઈવ જોઈ શકો છે. આવનારા મહેમાનોમાં વંદના પાઠક, ટીકુ તલસાણીયા, દર્શન જરીવાલા, રાજેશ જોશી, ઉમેશ શુક્લા મીનળ પટેલ, સિતાંશુ યશશ્ચંદ્ર જેવા રંગભૂમિનાં પ્રખ્યાત મહેમાનોને લાઈવ જોઈ શકશો. તો આજે જ કોકોનટ થિયેટરનાં અને અબતકના ફેસબુક પેજ ને લાઈક એન્ડ ફોલો અને મળો આપના મનગમતા કલાકારોને.
આજે જાણિતી અભિનેત્રી સૂચિતા ત્રિવેદી
કોકોનટ થિયેટરની ચાય-વાય અને રંગમંચની આજની શ્રેણીમાં ગુજરાતી રંગભૂમિ-ટીવી ધારાવાહિક અને ફિલ્મોની જાણિતી અભિનેત્રી સૂચિતા ત્રિવેદી આજે 6 વાગે લાઈવ આવશે. અબતકના ફેસબુક ઉપર પણ આ શ્રેણીનું લાઈવ પ્રસારણ જોવા મળશે. અભિનેત્રી સૂચિતા ત્રિવેદી ‘વ્યવસાયીક કલાકાર’ સંદર્ભે વાત-વિચારો અને અનુભવો શેર કરશે અત્રે ઉલ્લેખનીય છે કે સુચિતા ત્રિવેદીએ પોતાની અભિનય ક્ષમતાથી ઘણા નાટકોને સુપર ડુપર હીટ બનાવ્યા હતા.