સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં તાઉતે વાવાઝોડાએ તાંડવ મચાવ્યું અને અનેક ધંધા, ઉદ્યોગકારોને ધોબી પછડાટ આપી છે. તેમાં સૌથી વધારે નુકશાન પ્રજાપતિ ઇંટ ઉત્પાદકોને થયું છે.
ઇંટ ઉદ્યોગ પ્રજાપતિ સમાજનો વારસાઇ ધંધો છે. આ ધંધો સિઝનલ હોવાથી સાતથી આઠ મહિના કામ થાય છે અને ચોમાસા દરમિયાન ચારથી પાંચ મહિના કામ બંધ રહે છે. નાના-નાના પરિવારો 12 થી 14 કલાક જાતે મહેનત કરે છે. પરિવારના દરેક સભ્યો કામ કરતા હોય છે પરિવાર દરેક સભ્યો કામ કરે ત્યારે માંડ એકાદ હજાર ઇંટ ઉત્પાદન કરી શકે છે. ઉંચા ભાવની માટી તેમાં ઉંચા ભાવની કોલસી પાવડર અને ફ્લાય એશ ભેળવવામાં આવે છે એ થઇને આશરે 4=50 રૂપિયાનું નંગ પડતર થાય છે. નાના ઉત્પાદકો એક ભઠ્ઠામાં આશરે 50,000 કે એક લાખ ઇંટ તો પકાવવામાં આવે છે. હાલની સિઝનમાં કાચી ઇંટનો સ્ટોક હોય છે.
હવે પછી તેને પકડવાની સિઝન આવે છે. આ દરમિયાન તાઉતે વાવાઝોડાએ ઇંટોનો વિનાશ સર્જી નાખ્યો. આ નુકશાની કોઇ એક પરિવારને નથી આવી. પ્રજાપતિના ઘણા પરિવારો સંક્રમિત થયા છે. આ નુકશાની ભરપાઇ થઇ શકે તેવી સ્થિતિ રહી નથી.
બે વર્ષથી મોટા ભાગે કામ ધંધા થઇ શક્યા નથી. અને કામ ચાલુ કર્યું ત્યાં તાઉતે વાવાઝોડાએ વિનાશ સર્જી દીધો. આ બાબતે રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર જ્ઞાતિના પ્રમુખ મંત્રી અને કારોબારી સભ્યો દ્વારા પાઠવવામાં આવેલ છે. તેમજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પણ પત્ર લખી ઉદ્યોગને મોટી નુકશાની થયેલ છે. તેની જાણ કરેલ છે. નુકશાનીનું સર્વે કરી તાત્કાલીક ધોરણે રાહત જાહેર કરે તેવી રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા રજૂઆત કરાઇ છે.