લગ્ન પરંપરા અને સામાજિક જવાબદારી શોખ અને માભો પાડવાનું માધ્યમ બને ત્યારે કેટલાક અનર્થ સર્જાય છે, એક દંપતીને હવામા લગ્ન કરવાનો શોખ જાગ્યો ચાર્ટર પ્લેન બંધાવ્યું ચાલુ પ્લેનમાં લગ્ન થયા… ત્યાં સુધી કંઈ વાંધો નહોતો પરંતુ આ ઉજવણીનો વિડીયો વાયરલ થતા કોવિડ-19ની ગાઈડલાઈનના ભંગ બદલ જાનૈયા અને ક્રૂ મેમ્બરો સામે ધરપકડ અને કાયદેસરની કાર્યવાહી સુધની કાનૂની કાર્યવાહી થવા પામી હતી.કોરોના સંક્રમણના યુગમાં અત્યારે સોશિયલ ડિસ્ટન્સની જાળવણી માટે લગ્નમાં મહેમાનોની સંખ્યા મર્યાદિત નિયમ છે.
લગ્નમાં વધુમાં વધુ પચાસ વ્યક્તિઓને આમંત્રણ આપી શકાય ત્યારે ચાલુ પ્લેનમાં 130 જાનૈયાઓ સાથે થયેલા હવામાં લગ્ન અંગે કોરોના ગાઇડલાઇન ભંગ અંગે ગુનો નોંધાવા પામ્યો છે.
મદુરાઈમાં રવિવારે 23મી મેના દિવસે એક દંપતીના લગ્ન ચાલુ વિમાને થયા હતા. બે કલાક સુધી ઉડતા વિમાનમાં લગ્નની વિધિ કરવામાં આવી હતી. તમામ રીતી રીવાજ ચાલુ પ્લેનમાં જ કરવામાં આવી હતી જ્યારે વિધિની સમાપ્તિ મીનાક્ષી અમ્માન મંદિરે મદુરાઈમાં વળતી વખતે કરવામાં આવી હતી.
વિમાન ભાડે રાખી આકાશમાં કર્યા લગ્ન : જુઓ વિડીયો
આ ઉડતા લગ્નનો વીડિયો વાયરલ થતાં કોવિડ-19ની ગાઈડ લાઈનની કિંમત જાનૈયાઓની સાથે સાથે એરલાઇને પણ ચૂકવવી પડી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ અંગેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. બોઈંગ 737માં ગોઠવાયેલા લગ્ન રિવાજમાં સામેલ થવા માટે લોકો જોડાયા હતા અને તેમને કોવિડ ગાઈડ લાઈન ભંગ અંગે કાર્યવાહીમાં સામેલ કરવામાં આવ્યા છે. ચાલુ પ્લેનમાં અગાઉ ઘણા લગ્ન થયા છે. વર્ષો પહેલા સ્પાઈસ જેટમાં આવા લગ્ન થયા હતા. અલબત્ત અત્યારે કોરોનાની પરિસ્થિતિને લઈને હવામાં લગ્ન કરનારને કાયદાકીય મુશ્કેલીમાં મુકાવું પડયું હતું.