પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલ આવતીકાલે આકસ્મિક આવેલા તાઉતે નામના વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારો અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરની મુલાકાતે જવાના છે. ત્યાં તેઓ નાગરિકો અને સ્થાનિક સંગઠન સાથે બેઠક વિચારણા કરશે અને જરૂર જણાતી તમામ વિગતો વિશે સમીક્ષા કરશે.
દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા તાઉતે ચક્રવાતથી થયેલ નુકશાનને હવાઇ સર્વે કરી તાત્કાલિક રાહતરૂપે સહાય જાહેર કરી તેના વિશે સ્થાનિકોને અવગત કરાશે અને સરકાર તરફથી જરૂરી તમામ મદદ પહોંચાડવાનો વિશ્ર્વાસ વ્યક્ત કરશે.
આ સાથે જ સ્થાનિક કક્ષાએ ભાજપા સંગઠન દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી જાણકારી લેશે તથા આવનાર સમયમાં સંગઠનની કામગીરીની ચર્ચા કરવામાં આવશે.
આ મુલાકાત દરમ્યાન તેમની સાથે પ્રદેશ ભાજપા મહામંત્રી વિનોદભાઇ ચાવડા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઇ સરવૈયા, પ્રદેશ મંત્રી રઘુભાઇ હુંબલ, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, સાંસદ ભારતીબેન શિયાળ, સ્થાનિક ધારાસભ્યો, સ્થાનિક જીલ્લા/મહાનગર પ્રમુખો સ્થાનિક જીલ્લાના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ હાજર રહેશે.