મોરબીના નળીયા ઉદ્યોગકારો સરકાર સાથે પરામર્શ કરી ટાઉતે વાવાઝોડાના લીધે જે વિસ્તારમાં નુકશાન થયું છે ત્યાં રાહતભાવે નળીયાની મદદ કરવા આગળ આવ્યા છે અને ગરીબોના ઘર ફરી ઉભા થાય એ માટે પ્રયત્નો શરૂ કર્યા છે.
રાજ્યમાં ટાઉ’તે વાવાઝોડાનાં કારણે અસરગ્રસ્ત જિલ્લામાં થયેલ નુકશાની ના સંદર્ભે આજે જીલ્લાના અધિક કલેક્ટર દ્વારા નળિયા ઉધોગનાં એસોશિએસનનાં હોદેદારો સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં અમરેલી ભાવનગર ઉના સહિતના અતિ અસરગ્રસ્ત જિલ્લાઓમાં વાજબી ભાવથી નળિયા પૂરા પાડવા નળિયા ઉધોગ આગળ આવ્યો છે સાથે જ જરૂરિયાત મુજબનું દૈનિક ઉત્પાદન કરવા તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓને રાહત દરે નળીયા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે રાજ્યમાં વિનાશકારી તાઉતે વાવઝોડાના અસરગ્રસ્ત વિસ્તાર અમરેલીના કલેક્ટરનો સહકાર મેળવી સમયાંતરે નળિયા પુરા પાડવાની બાહેધરી આપી છે. મોરબી હર હંમેશા લોકોની સેવા માટે આગળ રહે છે ત્યારે ફરી એક વખત મોરબીનો નળીયા ઉદ્યોગ ગરીબોના ઘર બનાવવા આગળ આવ્યો છે
આ તમામ નળીયા ઉદ્યોગકારો સાથે મોરબી અધિક કલેક્ટર કેતન જોશીએ મીટીંગ યોજી અને અસરગ્રસ્ત વિસ્તારોમાં નળીયા કઈ રીતે પહોંચાડવા તેની માહિતી મેળવી હતી.