રાજ્ય માટે ખૂબ રાહતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યાં છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ નોંધાયા બાદ ઘરે જ સારવાર માટે આઇસોલેટ થયેલા 95 ટકા લોકો ટૂંક સમયમાં જ સંક્રમણમાંથી બહાર આવ્યા હોવાનું સામે આવ્યું છે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા કરાયેલા અભ્યાસમાં આ વિગતો સામે આવી છે.
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નવીન શેઠના જણાવ્યા અનુસાર સંક્રમિત થયેલા દર્દીઓ પૈકી 94.62% દર્દીઓ હોમ આઇસોલેશન ટ્રીટમેન્ટ થકી સ્વસ્થ થયા છે. 99.29 ટકા લોકોએ હોમ આઇસોલેશન થકી મહાત આપી છે.
હોમ આઇસોલેશનમાં રહેલા ફકત 5.24 ટકા લોકોને જ હોસ્પિટલ ખસેડવાની જરૂરિયાત પડી હોવાનું સામે આવ્યું છે. યુનિવર્સિટી દ્વારા અલગ-અલગ વયના લોકોને કેન્દ્રમાં રાખીને અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં વેક્સીન લીધા બાદ સંક્રમિત થયેલા દર્દીઓ અંગે પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં એવું પણ સ્પષ્ટ થયું છે કે, રસી લીધા બાદ સંક્રમિત થયા બાદ દર્દીઓ ટૂંક સમયમાં જ સાજા થઈ જાય છે અને મોત થવાની સંભાવના નહિવત રહે છે.