વિડિયો શેપરીંગ વેબસાઇટ યુ-ટ્યુબનો ચહેરો બદલાય ગયો છે આ પહેલા થયું છે કે ગુગલ અધિકૃત કંપની યુ-ટ્યુબે આટલો મોટો બદલાવ કર્યો છે. આ પહેલા ઘણા બદલાવ કર્યો છે. પરંતુ ક્યારેય યુ-ટ્યુબમાં આવો બદલાવ થયો નથી. તમે જો આ વેબસાઇટને ધ્યાનથી જોશો તો તમને નજર આવશે કે તેના લુકમાં ઘણો બદલાવ થયો છે. પોતાની પહેંચાન એટલે કે ‘લોગો’માં બદલાવ કર્યો છે. લોગો બદલવા પાછળ કં૫નીએએ કારણ બતાવ્યું છે કે વેબસાઇટનું વધુ બહેતર બનાવવા માટે છે.

યુ ટ્યુબે પોતાના લોગોમાં ઘણો ફેરફાર કર્યો છે. હંમેશા રેડ અને વાઇટ કલરમાં જોવા મળેલ લોગો હવે તમને રેડ કલર પર જ બેસ ડિઝાઇન હશે. આ બદલાવ માટે મોબાઇલ જ નહિં પરંતુ ડેસ્કટોપ માટે પણ છે.

ગુગલનું કહેવું છે કે યુ-ટ્યુબનો આ નવો લોગો વધુ સારૂ વર્ક કરી શકશે. સ્ક્રીન નાની હશે તો પણ આ લોગો સાફ જ દેખાશે.

યુ-ટ્યુબે પોતાના મોબાઇલ ઇન્ટરફેસ પર પણ ઘણો બદલાવ કર્યો છે યુ-ટ્યુબએપ પર હવે નેવિગેશન ટેબ નીચે જ મળશે એટલે સર્ચ કરવામાં આસાની રહે.

આ નવા બદલાવ સાથે હવે યુ-ટ્યુબ પર વર્ટિકલ વિડિયો જોવાનું પણ બેહતર થશે. પહેલા આ વિડિયો તમને સાઇડમાં બ્લેક બાર સાથે દેખાતા હતા. પરંતુ આ પ્રકારની ક્લિપ હવે બાર વિના પણ જોવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.