વાવાઝોડા ને કારણે મારા આંબાના બગીચા માં ઘણાખરા આંબાના જાડ તેમજ નાળિયેરી પડી ગયુ છે ત્યારે બાગાયત ખાતાના અધિકારીને સાથે રાખીને જાડવા પુનજીર્વિત થાય તે માટે નિરીક્ષણ કરાવ્યું તો વાવાજોડા ના કારણે આંબા અને નાળિયેલ પાક માં નુકશાન થયેલ આ અંગે પવનથી નમી ગયેલ આંબાને જીવિત કરવા માટેની તાત્રિક માહિતી એમ બી ગાલવાડીયા (નાયબ બાગાયત નિયામક પાટણ ) નોડલ અધિકારી વિસાવદર તાલુકા દ્વારા આપવા માં આવેલ હતી.
આ રીત અજમાવો ને પ્રયત્ન કરો કે આપણું જાડ ફરી પાછું છાયો ને ફળ આપતું થાય : થડ બાજુનાં કપાઇને ખૂલ્લા થયેલા ભાગ ઉપર ચીકણી માટીનો ગારો બનાવીને મલમની જેમ જાડો લેપ લગાડી દેવો. અથવા અગ્રોમાં મળતી બોરડો પેસ્ટ કાપેલ ભાગ પર લગાવવી ને કોપર ઓકિસડાઈડ દવા છાંટવી વૃક્ષ પોતાનાં ખાડા ઊપર બરાબર સીધું ગોઠવાય જાય ત્યાર બાદ તેને બધીજ બાજુએથી ટેકા ભરાવવા. ટેકા માટે મજબૂત,જાડા લાંબા લાકડાં અગાઉથીજ તૈયાર રાખવા.
ટેકાનો એક છેડો બેલાખિયા વાળો (સણેથા જેવો) રાખવો.અને તે ભાગ ડાળીને સખત રીતે ભરાવીને બીજો છેડો જમીનમાં મજબૂતીથી ખૂંચાડી દેવો.બધાજ ટેકાઓ થડ અને જમીન સાથે પીસ્તાલીસ અંશને ખૂણે (ત્રાંસા) ભરાવવા. જો બેલાખિયા વાળા લાકડાં ન મળે તો બે લાકડાને એક છેડેથી મજબૂત દોરી કે વાયરથી બાંધીને ઘોડી બનાવીને આવી ઘોડીઓ બધી બાજુ ભરાવી દેવી.
બધાજ ટેકાઓ બરાબર ગોઠવાય ગયા બાદ , સારા સડેલા સેન્દ્રિય ખાતરનો એક ભાગ તથા માટી ત્રણ ભાગનાં મિશ્રણ વડે ખાડો આખો ભરી દેવો. ભરાય ગયા બાદ પણ તેની ઊપર વજન માટે જમીનથી બે ફૂટ ઊંચે સુધી માટીનો ઢગલો કરી દેવો. પછી વૃક્ષ સાથે બાંધેલા દોરડાઓ છોડી લેવા.
જો પાણી પાવાની જરૂર પડે તો પેલા પૂરેલા ખાડાની હદની બહાર ફરતી બાજુએ છ ઈંચ પહોળી તથા છ ઈચ ઉંડી ગોળ રીંગ ખોદીને તેમાં જ પાણી ભરવું.
વૃક્ષમાં ધીમે-ધીમે નવા અંકુરો ફૂટવા લાગશે, અને ફરીથી નવ પલ્લવીત થઈ જશે.જો જમીન કાળી અને ચીકણી હોય તો ભરાવેલા બધાજ ટીકાઓ એક વરસ સુધી ભરાવેલાં રાખવા., પણ જો જમીન મોકળી,ગોરાડું કે રેતાળ હોય તો બે વરસ સુધી ટેકા ભરાવેલા રહે તે જરૂરી છે. આટલું કરવાથી આપણાં અતિ કિંમતી વૃક્ષને જરૂ બચાવી શકાશે.