માંડ માંડ ટેન્કર મળે છે, ટેન્કર આવ્યે પાણી માટે હોબાળા પણ મચે છે જેનો વારો ન આવે તેમને વીલા મોઢે પાછુ પડા ફરવુ પડે છે
ધ્રોલ પાલિકાની નફટાઇના કિસ્સા વારંવાર પ્રકાશમાં આવી રહ્યાં છે. નગરની આંબેડકર સોસાયટીમાં પાણીની પાઇપલાઇન તો મંજૂર થઇ ગઇ છે પણ પાઇપ લાઇનનું કામ અધ્ધરતાલ રહ્યું છે અહિં માંડ માંડ ટેન્કર મળે છે. ટેન્કર આવ્યે પાણી માટે હોબાળા પણ મચે છે. જેનો વારો ન આવે તેમને વીલા મોઢે પરત પણ ફરવું પડે છે. આમ અહિં ઉઠીને પેટીયુ રોળવાનું પછી વિચારવાનું પહેલા પાણી માટે લોકોને ભાગદોડ કરવી પડે છે.
ધ્રોલની વોર્ડ 6ની આંબેડકર સોસાયટીમાં પીવા પાણી ની હાડમારી સર્જાઇ રહી છે. આ વિસ્તારમા પાણીની પાઈપલાઈન તો મંજુર થઈ ગઈ છે. તેને ધણો સમય થઈ ગયો છે. તો પાલિકા સેની લાજ કાઢે છે.ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નંબર 6 માં આવેલા આંબેડકર નગર સોસાયટીમાં પીવાના પાણી માટે લોકો ટેન્કરની રાહ જુએ છે. ટેન્કર આવે એટલે મહિલાઓ દોડાદોડી કરે છે. આ વિસ્તાર પછાત વિસ્તાર છે. સરકાર લાખો રૂપિયાની ગ્રાન્ટો આપે છે પણ લોકો મુખે એવી ચર્ચા છે કે પાલિકાના કોર્પોરેટને રોડ વિકાસમાં રસ છે.
પીવાના પાણી માટે લોકોની ભલે ટેન્કરમા ઘબઘબાટી બોલે એ નથી દેખાતુ. પીવાના પાણીના ટેન્કર આવે એટલે મોટી સંખ્યા લોકો મહિલાઓ પાણી માટે દોડે છે. તેવા દ્રશ્યો જોવા મળે છે. વોર્ડ નંબર 6ના કોર્પોરેટરો લોકોની સમસ્યા ઓળખે સરકાર દ્રારા અપાતી લાખો રૂપિયાની ગ્રાન્ટોનો નો વ્યવસ્થિત ઉપયોગ કરે. લોકોને મુખ્ય પીવાના પાણીનો પ્રશ્ન હોય છે મળતી વિગત અનુસાર અહી ઘણા સમયથી પાઈપલાઈન નાખવાની મંજુરી પણ આપી દીધી પણ રસ લઈ તાત્કાલિક કામ ચાલુ કરાવો તેવી લોકોની માંગ ઉઠી છે.
આ વિસ્તારના લોકો પાણી વગર વલખા મારે છે. આ વર્ષો જૂની સોસાયટી છે અને ત્યાં પછાત વર્ગના લોકો રહે છે એટલે ત્યાં લોકો આ જવાબદારીઓ નથી દેખાતુ કે તેનું કારણ શું તેવી વાત પ્રજાના વેતી થઈ આ પાઈપલાઈની કામગીરી તાત્કાલિકથી ચાલુ તેવી લોકો ની માગ છે.
વોર્ડનં.6ના ચૂંટાયેલા સભ્યોને પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં કોઇ રસ નથી !
વોર્ડનં.6નાં ચૂંટાયેલા સભ્યોને આ પછાત વિસ્તારોમાં પ્રશ્નો ઉકેલવામાં કોઇ જ રસ ન હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યાં છે. પ્રજાની પાણીની સમસ્યા આખુ નગર જાણે છે. આ સમસ્યા નજરે દેખાઇ તેવી છે. અનેક વખત રજૂઆતો પણ થઇ છે. છતા નગરસેવકો પ્રશ્નોનું નીરાકરણ કરવાની કોઇ પ્રયાસ કરતા નથી.
ચૂંટણી વખતે અહિં મત માંગવા રાજકારણીઓના મોટા-મોટા કાફલા ઉતરી પડે છે પણ ત્યારબાદ પ્રજાની હાલત શું છે તે જોવા કોઇ નેતા ડોકીયું પણ કરતા નથી તેવી સ્થાનિકોએ હૈયાવરાળ ઠાલવી છે.