સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી આંખની હોસ્પિટલના તબીબના રૂમમાં રવિવારે સાંજે ભેદી ધડાકો થયા બાદ આગના લબકારા દેખાવા લાગ્યા હતા, અને રૂમમાંથી ધુમાડાના ગોટા પણ નીકળવા લાગ્યા હતા. ભેદી ધડાકા સાથે આગ ફાટી નીકળતા હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેના પરિવારજનોમાં નાસભાગ મચી ગઇ હતી.

ઘટનાને પગલે હોસ્પિટલનો ફાયર  સ્ટાફ દોડી ગયો હતો અને પાણીમારો ચલાવી આગ બુઝાવી નાખી હતી, આગને કારણે શોર્ટ સર્કિટ થાય નહીં તે માટે વીજળી પ્રવાહ બંધ કરી દેવામાં આવ્યો હતો. આગમાં રૂમમાં રહેલા પાંચ જેટલા ગાદલા સળગીને ખાક થઇ ગયા હતા.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આગ બુઝાવ્યા બાદ ઇલેક્ટ્રિક વિભાગના કર્મચારીઓને બોલાવવામાં આવ્યા હતા અને આગ શોર્ટ સર્કિટને કારણે નહીં લાગ્યાનું તેમની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું, જ્યાં આગ લાગી હતી તે ડોક્ટર રૂમમાં રહેલા મોબાઇલ કે લેપટોપમાં ધડાકો થયા બાદ આગ લાગ્યાનું હોસ્પિટલ કેમ્પસમાં ચર્ચાતું હતું, સિવિલમાં કોરોનાના દર્દીની સંખ્યા વધતા તમામ વોર્ડને કોવિડ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા અને સર્જરીના દર્દીઓને આંખની હોસ્પિટલમાં રાખવામાં આવતા હતા. હોસ્પિટલ સ્ટાફની જાગૃતતાને કારણે આગ થોડી જ મિનિટોમાં કાબૂમાં આવી ગઇ હતી અને કોઈ જાનહાની થઇ ન હતી પરંતુ દર્દીઓ અને તેના સંબંધીઓના જીવ તાળવે ચોટી ગયા હતા.

ઇલેક્ટ્રિક ઉપકરણોથી રહો સાવચેત

આપણે રોજિંદા જીવનમાં ઘણા બધા ઇલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ કરીએ છીએ જેમ મોબાઈલ ફોન અને લેપટોપ જેવા ઉપકરણોનો વધારે પડતો ઉપયોગ કરતા હોઈએ છીએ અને વધુ ઉપયોગથી તેની બેટરી પુરી થઇ જવાથી વારંવાર ચાર્જ માં મૂકી અને અને આપણું જીવન જોખમમાં મૂકી ને તેનો ઉપયોગ કરતા હોઈએ અને લેપટોપ કે જે રાત્રીના સમયે કોઈ કામ કરતા હોઈ અથવાતો ઘણા લોકો મૂવી જોતા હોઈ છે અને સાથે જ ચાર્જમાં રાખીને ઉપયોગ કરતા હોઈએ છે જેથી ઘણી વાર ચાર્જ થવા થી તેની બેટરી વિસ્ફોટ થતી હોઈ છે અને ઘણી વાર જાનહાની પોહ્ચતી હોઈ છે જેથી ક્યારે પણ કોઈ ઇલેક્ટ્રિક ઉપકરણોને આખી રાત  ચાર્જમાં ના રાખીએ અને ચાર્જ થતી વેળાએ ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ જેથી આપણો અને બીજાનો જીવ જોખમમાં ના મૂકી સાવચેતી રાખીયે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.