ભારતીય વિજ્ઞાનીઓ દ્વારા પાંચ કલાકની સંશોધન પ્રક્રિયા બાદ મળી જાણકારી
ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા પાંચ કલાકની સંશોધન પ્રક્રિયા અને નિરીક્ષણ બાદ પૃથ્વીથી ૩ અબજ પ્રકાશ વર્ષ દૂર અન્ય ગ્રહો પર ૧૫ રેડિયોએકટીવ કિરણો ડીટેકટ કરવામાં આવ્યા હતા જેના દ્વારા પૃથ્વી સિવાયના અન્ય ગ્રહો પર એલિયન સ્પેશક્રાફટ હોવાની હયાતી હોવાના પૂરાવાઓ મળ્યા હતા. આ શ્ર્વાસ થંભાવી દે તેવી હકિકત ગઈકાલે સામે આવી હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ ઝડપથી આગળ વધતો કિરણોત્સર્ગ અથવા એફઆરબીએસ ગેલેકસીથી ખૂબજ દૂરના અંતરે નોંધવામાં આવ્યા હતા જેને પ્રથમ ઓસ્ટ્રેલિયા ખાતે પાર્કસ ટેલિસ્કોપ દ્વારા નોંધવામાં આવ્યા હતા હવે આ એફઆરબીએસને રેડિયો ટેલીસ્કોપ દ્વારા સમગ્ર વિશ્ર્વમાં જોવામાં આવ્યા છે.
એફઆરબી ૧૨૧૧૦૨ને ૨ નવેમ્બર ૨૦૧૨માં નોંધવામાં આવ્યો હતો. જેને ૧૨૧૧૦૨ નામ આપવામાં આવ્યું હતુ. ૨૦૧૫માં ફરીથી કિરણોત્સર્ગ કરતો ખાસ અંતરે નિહાળવામાં આવ્યો હતો. ૨૦૧૬માં ફરીથી ગેલેકસીના ખાસ અંતરે નોંધવામાં આવ્યો હતો. જે પૃથ્વીથી ૩ અબજ પ્રકાશ વર્ષ દુર આવેલો છે. ત્યારબાદ વૈજ્ઞાનિકો દ્વારા સતત આ ઘટના પાછળનું મિકેનિઝમ કઈ રીતે આરઆરબી દ્વારા ગેલેકસીને ટાર્ગેટ કરી સમગ્ર વિશ્ર્વમાં કાર્ય કરે છે તે જાણવાની કોશીશ કરવામાં આવી રહી હતી.
ત્યારબાદ શ્ર્વાસ થંભાવી દે તેવી ઘટના સાંભળવા માટે ૨૦૧૫માં ઈન્ટરનેટ ઈન્વેસ્ટર અને ફીલાથ્રોવિસ્ટ પેરથી યુરી મીલ્નર સ્થાપીને કોસ્પોલોજીસ્ટ સ્ટીફન હોકીંગની મદદથી તેની આસપાસના તારા મંડળ અને ગેલેકસી પર ખાસ સિગ્નલ નિહાળવા માટે ટેકનોલોજી કાર્યરત કરવામાં આવી હતી.