થોડા સમય પહેલા PUBG લવર માટે ખુશીના સમાચાર આવ્યા હતા. PUBGને ભારતમાં Battlegrounds Mobile India દ્વારા ટૂંક સમયમાં લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. હાલમાં મળતી માહિતી મુજબ PUBGની લોન્ચિંગ પર ખતરો મંડરાઈ રહ્યો છે.
PUBG પર લોન્ચ પહેલા જ બેન કરવાની માંગ કરવામાં આવી છે. આ બેન લાગવાની માંગ અરુણાચલ પ્રદેશના MLA નિનોંગ એરિંગ (Ninong Ering)એ કરી છે. આની પહેલા રાજ્યસભા સાંસદ અભિષેક મનુ સંઘવીએ પણ Battlegrounds Mobile India પર બેન લાગવાની માંગ કરી હતી.
Ninong Ering, a Congress MLA from Arunachal Pradesh has written a letter to @PMOIndia to ban #BattlegroundsMobileIndia, new avtar of the PUBG app over threat to National Security. pic.twitter.com/S4yjF5Qe9w
— Dr. Monica (@TrulyMonica) May 22, 2021
MLA નિનોંગ એરિંગએ પ્રધાન મંત્રીને પત્ર લખી આ ગેમ બેન કરવાની માંગ કરી હતી.પત્રમાં લખતા નિનોંગએ જણાવ્યું છે કે, ‘આ ગેમનું નવું અપડેટએ PUBG Mobileની જૂની બ્રાન્ડ જ છે. જેને આપણે ગયા વર્ષે બેન કરી હતી. આ કારણથી સુરક્ષાની દર્ષ્ટિયે આ ગેમ પર બેન લાગવો જોયે.’
નિનોંગએ જણાવ્યા મુજબ, ‘તે આપણા લાખો વપરાશકર્તાઓનો ડેટા એકત્રિત કરશે. તેમાં બાળકનો ડેટા પણ શામેલ હશે. આ ડેટા વિદેશી કંપની અને ચીની સરકારને ટ્રાન્સફર કરવામાં આવશે. ક્રાફ્ટન અને ટેન્સન્ટ ભારતીય કાયદા વિરુદ્ધ જઈ નવા નામ હેઠળ ગેમ લોન્ચ કરવા જઈ રહ્યા છે.’
IGNએ આ પત્ર પહેલા ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના નેતા અને બંગાળના રાજ્યસભાના સાંસદ અભિષેક મનુ સિંઘવીએ પણ ગેમ પર પ્રતિબંધ અંગે પહેલી માંગ કરી હતી. તેમણે કહ્યું છે કે સરકાર કોરોના રોગચાળા સામે લડવાની જગ્યાએ PUBGને મંજૂરી આપીને યુવાનોનું ધ્યાન ભટાવવા માંગે છે.