ગોંડલમાં રાજકીય મહત્વ ધરાવતી નાગરીક બેન્કમાં ચેરમેન જયંતિભાઇ ઢોલે રાજીનામું આપ્યાં બાદ ચેરમેન પદની આજે યોજાનાર ચુંટણીમાં નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ અશોકભાઈ પીપળીયા નવાં ચેરમેન તરીકે નિશ્ર્ચિત બન્યાં છે.ત્યારે આજે 11:30 કલાકે નાગરીક બેન્ક ભવનમાં યોજનાર ચુંટણી માત્ર ફોર્માલીટી બની રહેવાં પામશે.
નાગરિક બેન્કનાં ચેરમેન જયંતિભાઇ ઢોલે નાદુરસ્ત તબીયતને કારણે નાગરીક બેન્કને અલવિદા કરી દેતા તાજેતરમાં જ તેમનાં સ્થાને એક સમયનાં તેમનાં ચુસ્ત ટેકેદાર અશોકભાઈ પીપળીયાની ડીરેકટર પદે બિનહરીફ વરણી કરાઇ હતી. બાદમાં આજે તેઓ ચેરમેનપદે નિશ્ર્ચિત બન્યાં છે.
અશોકભાઈ પીપળીયા સતત ત્રણ ટર્મ નગરપાલિકામાં સભ્ય રહીં ચુકયાં છે. ઉપરાંત સાત વર્ષ ઉપપ્રમુખ તથાં અઢી વર્ષ માટે નગરપાલિકાનાં પ્રમુખપણ રહીં ચુકયાં છે. હાલમાં માર્કેટ યાર્ડનાં ડીરેકટર તથાં પ્રદેશ યુવા ભાજપ કારોબારીમાં સભ્ય છે. નિર્વિવાદ વ્યક્તિત્વ ધરાવતાં અશોકભાઈ પીપળીયા ગોંડલનાં રાજકારણમાં સમુહ તથાં સંકલનનાં માણસ ગણાય છે. નગરપાલિકામાં તેમનાં અઢી વર્ષનું શાસન વિકાસલક્ષી બની રહેવાં પામ્યું હતું. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનાં સમર્થક ગણાતાં અશોકભાઈ પીપળીયા આ સાથે સહકારી ક્ષેત્રે પર્દાપણ કરી રહ્યા છેે.