કોરોના મહામારીને પહોચી વળવા માટે અને દર્દીઓની સાર સંભાળ માટે આઉટ સોસના સ્ટાફનો વધારો કરાયા બાદ સરકાર દ્વારા છુટા કરવાના આદેશના પગલે એક માસના ઓર્ડર પર એટેન્ડન્સ તરીકે રખાયેલાઓને છુટા કરતા વિવિધ આક્ષેપ સાથે હોસ્પિટલમાં વાંરવાર હડતાલ પાડી વ્યવસ્થા ખોળવતા હોવાનું ‘અબતક’ સાથેની વાતચીતમાં એમ.જે.સોલંકીએ જણાવ્યું છે.
હોસ્પિટલમાં ગઇકાલે મોડીરાતે 50થી વધુ એટેન્ડન્સે હડતાલ પાડી પગાર સમયસર મળતો ન હોવાના અને પુરતો પગાર અપાતો ન હોવાના સિકયુરિટી દ્વારા ગેર વર્તન કરવામાં આવતું હોવાના ઉપરી એસઆઇ દ્વારા મોબાઇલ નંબરની માગણી કરવામાં આવતી હોવાના તેમજ સિક્યુરિટી દ્વારા ધમકી આપવામાં આવતી હોવાના પાયા વિહોણા અને વાહીયાત આક્ષેપ કરી હડતાલ પાડતા કોવિડ વોર્ડમાં દાખલ દર્દીઓ નિસહાય બની ગયા હતા અને હોસ્પિટલની વ્યવસ્થા ખોળવી નાખી હતી.
એક માસ માટેનો જ એટેન્ડન્સને ઓર્ડર અપાયો’તો
હોસ્પિટલટલમાં જામનગરની સિધ્ધનાથ અને એમ.જે.સોલંકીની ડી.જી.નાકરાણી દ્વારા કોરોની કપરી પરિસ્થિતીને ધ્યાને લઇ સરકારના આદેશ અનુસાર એક માસના ઓર્ડર સાથે અટેન્ડન્સની ભરતી કરવામાં આવી હતી જેઓનો સમય પુરો થતા અને સરકાર દ્વારા જ છુટા કરવાના હુકમના પગલે એટેન્ડન્સને છુટા કરતા તેઓ દ્વારા વ્યવાસ્થા ખોળવવાના પ્રયાસ થઇ રહ્યા છે. ગતરાતે હડતાલ પાડનાર એટેન્ડન્સે છુટા કરવામાં આવતા તેઓની જગ્યાએ અન્ય સ્ટાફની ભરતી કરવામાં આવતા તેઓ વધુ રોષે ભરાયા હતા અને બીજા દિવસે પણ હડતાલમાં અન્ય સ્ટાફને જોડી ચૌધરી હાઇસ્કૂલ ખાતે એકઠા થયા છે.
ચૌધરી હાઇસ્કૂલ ખાતે એકઠાં થયેલા એટેન્ડન્સ દ્વારા પગાર સમયસર ન મળ્યાના કરેલા આક્ષેપ સામે એમ.જે.સોલંકીએ એક સાથે 500 સ્ટાફનો પગાર કરાયાનું અને જેઓએ પોતાની બેન્ક ડીટેઇલ ન આપી હોય તેઓનો પગાર મોડો થયાનું જણાવી તેઓને નાસ્તો કરવા માટે પણ એક સાથે જતાં હોવાથી સિક્યુરિટી તેઓને એક પછી એક સ્ટાફે નાસ્તો કરવા જવાનું કહેતા સિક્યુરિટીમેન સામે ખોટા આક્ષેપ કરવામાં આવી રહ્યાનું કહ્યું હતું. સરકાર દ્વારા એટેન્ડન્સને છુટા કરવાનો આદેશ હોવા છતાં એટેન્ડન્સને છુટા કરવામાં આવ્યા ન હતા.
પરંતુ તેઓને મનપસંદ સ્થળે નોકરી અને મનમાની કરતા કેટલાક સ્ટાફ દ્વારા અન્ય સ્ટાફને હડતાલ પાડવા ઉશ્કેરણી કરી છે. ગતરાતે હડતાલ પાડી હોવા છતાં તેઓને છુટા કર્યાન હતા પરંતુ હોસ્પિટલની વ્યવસ્થા જળવાય રહે તે માટે અન્ય સ્ટાફને રાતોરાત નિમણુંક અપાતા પોતાને છુટા કર્યાનું સમજતા હડતાલ પાડનાર તમામ સ્ટાફને એચઆરમાં મળવા બોલાવાયા હતા પણ તેઓ મળવા આવ્યા ન હતા અને બીજા દિવસે પણ હડતાલ પાડી હોવાનું એમ.જે.સોલંકીએ જણાવ્યું છે.