સોશ્યલ મીડિયાનો વાયરલ ‘વાયરસ’ કોરોના કરતા પણ વધુ જોખમી સાબીત થઈ રહ્યો છે. ફેસબુક, યુટયુબ, ટ્વિટર સહિતના સોશ્યલ મીડીયાના પ્લેટફોર્મના સારા-નરસા એમ બંને પ્રકારનાં ઉપયોગ છે. પણ આ પ્લેટફોર્મના માધ્યમથી ‘દુષણ’ વધવું એક મોટુ જોખમ છે.

એમા પણ ખેડુત આંદોલન, કોરોના મહામારી સહિતના ઘણા તાજા બનવોમાં સોશ્યલ મીડીયા પ્લેટફોર્મની ‘મનમાની’ સામે આવી છે.

તો બીજી તરફ આ પ્લેટફોર્મ દ્વારા ચૂકવાતા ટેકસ, આવક વહેચણીને લઈ પણ સંઘર્ષ ચાલી રહ્યો છે. આવામાં વિદેશી કંપનીઓ પર નિર્ભર ન રહી ભારત પોતાની ‘દુકાન’ ખોલે એટલે કે પોતાનું સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઉભુ કરે તે જરૂરીયાત વધુ વધી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.